Crude Oil Production Cut: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC પ્લસ (OPEC+) એ ઓક્ટોબર મહિનામાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ તેના ભાવમાં 3.66 ટકાના ઉછાળા સાથે $96.42 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.


આજે OPEC+ દેશોની બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઓક્ટોબરથી 1 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવશે. રશિયાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ઓપેક પ્લસે કહ્યું કે જો જરૂર પડશે તો તે ફરીથી બેઠક બોલાવી શકે છે.


ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટતાં પેટ્રોલ - ડિઝલના ભાવ વધશેઃ


જોકે, ક્રૂડ ઓઈલના ભાવને સ્થિર કરવા અને તેને વધુ ઘટવાથી રોકવા માટે OPEC પ્લસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઓપેક પ્લસ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો ભારત માટે ખરાબ સમાચાર છે. કારણ કે કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે જેના કારણે દેશમાં મોંઘવારી વધવાની સંભાવના છે. ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તેના વપરાશના 80 ટકા માટે આયાત પર નિર્ભર છે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો સરકારી કંપનીઓ પર દબાણ વધશે. તેમનું નુકસાન વધશે.


ભારતમાં પણ ભાવ વધારાની શક્યતાઃ


ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી સરકારી ઓઈલ કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું દબાણ આવશે. અગાઉ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો ત્યારે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.