BLS E-Services IPO Listing: BLS E-Services એ ભારતીય શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે અને તેના લિસ્ટિંગના દિવસે રોકાણકારોને બમ્પર નફો થયો છે. BLS ઈ-સર્વિસના શેર્સ BSE પર શેર દીઠ 309 રૂપિયાના ભાવે લિસ્ટેડ છે અને આ તેની ઈશ્યૂ કિંમત કરતાં 129 ટકાનો મોટો ફાયદો છે. IPOમાં BLSની ઇશ્યૂ કિંમત શેર દીઠ 135 રૂપિયા હતી, જેનો અર્થ છે કે લિસ્ટિંગ પછી તરત જ રોકાણકારોને બમણા કરતાં વધુ નફો મળ્યો હતો. આ શેરના લિસ્ટિંગ દ્વારા રોકાણકારોએ પ્રત્યેક શેર પર 174 રૂપિયાની જંગી આવક મેળવી છે.






લિસ્ટિંગ પછી તરત જ શેર ઉછળ્યો


BLS ઈ-સર્વિસીસના શેર NSE પર શેર દીઠ 305 રૂપિયાના ભાવે લિસ્ટેડ છે અને અહીં પણ રોકાણકારો પ્રથમ મિનિટથી આવક થઇ રહી છે. તેના શેર્સ BSE પર શેર દીઠ 347.90 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચી ગયા હતા. એટલે કે રોકાણકારોને હાલમાં 135 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી 157 ટકાનો જંગી નફો થયો છે.






પહેલેથી જ બમ્પર લિસ્ટિંગની અપેક્ષા હતી


IPO બજાર નિષ્ણાતોએ પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું કે BLS E-Services ના શેરને 125-130 ટકા વચ્ચે લિસ્ટિંગ ગેઇન મળી શકે છે અને તે જ થયું છે. લિસ્ટિંગ પહેલા પણ ગ્રે માર્કેટમાં BLS ઈ-સર્વિસીસના શેર 114 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા.


કંપનીના IPOને સારો પ્રતિસાદ મળ્યો હતો.


રોકાણકારોએ ડિજિટલ સેવાઓ પૂરી પાડતી કંપની BLS ઈ-સર્વિસીસના IPO પર એટલો મોટો દાવ લગાવ્યો હતો કે ઈસ્યુ ખુલતાની સાથે જ તે એક કલાકની અંદર સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.


BLS ઈ-સર્વિસિસે IPOમાં શેરની પ્રાઇસ બેન્ડ 129 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી જેમાં રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 108 શેરની લોટ સાઈઝ પર બિડ કરી શકે છે. બિડિંગ વધુમાં વધુ 13 લોટ એટલે કે 1404 શેર પર કરી શકાય છે. કંપનીનો આઈપીઓ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2024 સુધી ખુલ્લો હતો.