નવી દિલ્હીઃ ફ્રાન્સની ઓટો કંપની Citroenએ પોતાની પહેલી કાર C5 Aircrossથી પડદો ઉઠાવી લીધો હતો. વળી હવે આજથી કંપની આ કારનુ બુકિંગ શરૂ કરવા જઇ રહી છે. જોકે હજુ સુધી કંપનીએ આની કિંમતની જાહેરાત નથી કરી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત 25 લાખની આસપાસ હોઇ શકે છે.

આ કારની ખાસિયત એ છે કે આની કિંમતને ઓછી કરવા માટે આમાં લગભગ 90 ટકા લૉકલ કંમ્પૉનન્ટનો યૂઝ કરવામાં આવ્યો છે.

આ છે ફિચર્સ....
Citroen C5 Aircross 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોમેન્ટ સિસ્ટમ વાળી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે. આ કારને સ્પૉર્ટી લૂક આપે છે. સાથે આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ કન્ટ્રૉલ સિસ્ટમ, બ્લાઇન્ડ સપોર્ટ મૉનિટરિંગ, ડ્યૂલ ટૉન 18- ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે.

દમદાર છે એન્જિન.....
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 177 બીએચપીનો પાવર અને 400 ન્યૂટનનો પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવામાં આવી રહ્યો છે કે આ કાર જબરદસ્ત માઇલેજ આપશે. આ એક લીટર ફ્યૂલમાં 18.6 કીમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે.