નવી દિલ્હીઃ દેશની સૌથ મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય ફેમિલી કાર વેગન-આરનું S-CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, અને તે બીએસ6 એન્જિનથી સજ્જ છે. કિંમતની વાત કરીએ તો નવી વેગન આર S-CNGને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના એલએક્સઆઈ વર્ઝનની કિંમત 5.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે જ્યારે એલએક્સઆઈ(ઓ)ની કિંમત 5.32 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમામ કિંમતો દિલ્હી એક્સ-શો રૂમ છે.


નવી S-CNG વેગન-આરની માઈલેચ 32.52 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ હોવાનો કંપનીનો દાવે છે. S-CNG ડ્યુઅલ ઇન્ટરડિપપેન્ડેન્ટ ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ યૂનિટ્સ અને ઇન્ટેલિજન્સ ઇંજેક્શન સિસ્ટમથી સજ્જ છે. કંપનીએ આ કારમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કિટને એવી રીતે ફિટ કરી છે જેથી તેના પરફોર્મન્સમાં કોઈ અસર ન પડે.

કંપનીએ પોતાના મિશન ગ્રીન મિલિયન પ્રોગ્રમ અંતર્ગત પહેલેથી જ એક મિલિયન ગ્રીન વાહનો (સીએનજી, સ્માર્ટ હાઈબ્રિડ વાહનો સહિત)વેચ્યા બાદ હવે આગામી થોડા વર્ષોમાં એક મિલિયન વાહનો વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે.



વેગનઆર એસ-સીએનજી વોરિએન્ટમાં 998ccના ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. જે 5500rpm પર 58 હોર્સ પાવરની તાકાત અને 3500rpm પર 78Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ સાથે આવે છે, કેમ કે, સીએનજી વોરિએન્ટમાં ઓટોમેટિક ગેરબોક્સનું ઓપ્શન હાલમાં નથી.

આ અવસર પર મારુતિ સુઝુકી ઇન્ડિયાન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે મારુતિ સુઝુકીએ નિરંતર પ્રયત્ન કર્યા છે કે ગ્રાહકોને કાયમી ગતિશીલતા વિકલ્પ આપી શકાય. મિશન ગ્રીન મિલિયનની જાહેરાતની સાથે, અમે દેશમાં હરિત ગતિશીલતાને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા મજબૂત કરી છે. થર્ડ જનરેશન વેગન આર ખૂબ જ સફલ રહી છે, હાલમાં તેના 24 લાખથી વધારે ગ્રાહકો છે. ફેક્ટરી ફિટેડ એસ-સીએનજી વેગન આર સારું પરફોર્મન્સ, વધારે માઇલેજ અને બેજોડ સેફ્ટી ફીચર્સની સાથે આવશે.