તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમના લગ્ન થવાના જ હતા અને એક ઘટના બાદ સંબંધ ખત્મ થઈ ગયો. તમને જણાવીએ ત્યાર બાદ રતન ટાટાએ લગ્ન જ ન કર્યા અને તે કુંવારા જ રહ્યા.
તેમણે લખ્યું- લોસ એન્જિલસ માં કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ મેં એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી શરૂ કરી. 1962નો એ સમય ઘણો સારો હતો. લોસ એન્જિલસમાં જ મને પ્રેમ થઈ ગયો હતો. લગ્ન પણ લગભગ નક્કી થઈ ગયા હતા. દાદીની તબિયત ખરાબ થવાને કારણે મેં ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. મેં વિચાર્યં હતું કે જેની સાથે લગ્ન કરવા માગુ છું તે પણ મારી સાથે આવશે. પરંતુ એ દિવસોમાં ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને તેના કારણે તેના માતા-પિતા તૈયાર ન થયા અને અમારો સંબંધ ત્યાં જ ખત્મ થઈ ગયો.
રતન ટાટાએ અન્ય બીજી વાતો પણ શેર કરી. તેમણે જણાવ્યું કે, તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. દાદીએ તેનો ઉછે કર્યો. માતા-પિતા અલગ હોવાને કારણે તેણે અને તેના ભાઈએ કેટલીક મુશ્કેલીનો સામનો કર્યો પરંતુ તેમ છતાં બાળપણ ખુશીથી વિતાવ્યું.
તેમણે જણાવ્યું કે, છૂટાછેડા આજેની જેમ સામાન્ય વાત ન હતી. માાતા એ બીજા લગ્ન કરી લીધા. સ્કૂલના છોકરાઓ વાતો કરતા હતા પરંતુ દાદી કહેતી હતી કે આવી સ્થિતિમાં શાંત રહેવું જોઈએ.
તેમણે જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ દાદી બન્ને ભાઈઓને રજા માટે લંડન લઈ ગઈ હતી અને ત્યાં જ તેમણે જીવનના મૂલ્યનું મહત્ત્વ સમજાવ્યું. દાદીએ કહ્યં કે, પ્રતિષ્ઠા બધાથી ઉપર હોય છે.
રતન ટાટાએ કહ્યું કે, પિતાની સાથે ઘણી વખત અણબનાવ થતો હતો. હું વાયલોન શીખવા માગતો હતો અને પિતા કહેતા હતા કે હું પિયાનો શીખું. હું અમેરિકા જવા માગતો હતો અને તે મને બ્રિટેન મોકલવા માગતા હતા. હું આર્કિટેક્ટ બનવા માગતો હતો અને તે મને એન્જીનિયર બનાવવા માગતા હતા.