નવી દિલ્હી: TVSએ BS6 અપડેટ સાથે TVS Jupiter સ્કૂટર લોન્ચ કર્યુ છે. આ સ્કૂટર ઇકોટ્રસ્ટ ફ્યૂલ ઇન્જેક્શન ટેક્નોલોજી પર આધારિત છે. કંપનીનો દાવો છે કે આ BS6 સ્કૂટર જૂના વર્ઝનની સરખામણીએ 15 ટકા વધુ માઇલેજ આપશે.

BS6 એન્જિન વાળા TVS Jupiterમાં 110 CCનું 4 સ્ટ્રોક સિંગલ એન્જિન આપવામાં આવ્યું છે. TVS Jupiter સ્કૂટરમાં કંપનીએ 15 ટકા વધુ માઇલેજ આપવાનો દાવો કર્યો છે. આ સ્કૂટરમાં 12 ઇંચના ટ્યુબલેસ ટાયર આપવામાં આવ્યાં છે. ફ્રન્ટમાં 220 એમએમની ડિસ્ક બ્રેક અને 130 એમએમની રિયર ડ્રમ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે.

TVS Jupiter Classicની કિંમત અન્ય BS6 સ્કૂટરની તુલનામાં વધુ નથી. તેની દિલ્હીમાં એક્સ શૉરૂમ કિંમત 67,911 રૂપિયા છે. હોન્ડા BS6 માપદંડ વાળુ સ્કૂટર માર્કેટમાં ઉતારી ચુકી છે. હોન્ડા Activa 125માં 125 સીસી BS6 એન્જિન આપવામાં આવ્યું છે. જૂના મોડેલની સરખામણીમાં આ સ્કૂટર 13 ટકા વધુ માઇલેજ આપશે.