મુંબઈઃ નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે સાંજે FPI પર લગાવવામાં આવેલો સરચાર્જ પરત ખેંચવાની કરેલી જાહેરાતની અસર સ્ટોક માર્કેટમાં જોવા મળી હતી. સોમવારના કારોબારમાં સેન્સેક્સમાં 700 પોઈન્ટ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 792.96 અંકના ઉછાળા સાથે 37,494.12 અને નિફ્ટી 228.5 પોઈન્ટના વધારા સાથે 11057.85 પર બંધ રહ્યા હતા.




એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ઈકોનોમિક ગ્રોથમાં તેજી માટે સરકારે શુક્રવારે ઘણી જાહેરાતો કરી હતી. વિદેશી રોકાણકારો પર સરચાર્જના વધારાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. બેન્કોને 70 હજાર કરોડ રૂપિયાની કેશ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કારણે શેરબજારમાં ખરીદી વધી હતી.



આજે યસ બેંક, એચડીએફસી, બજાજ ફાયનાન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સૌથી વધેલા પાંચ શેર રહ્યા હતા. જ્યારે સૌથી વધુ ઘટેલા શેર ટાટા સ્ટીલ, સન ફાર્મા, હીરો મોટોકોર્પ, વેદાંત અને રિલાયન્સ રહ્યા હતા.



આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીન ટ્રેડ પર ફરીથી વાત કરવા માંગે છે. જેની સકારાત્ક અસર પર શેરમાર્કેટમાં જોવા મળી હતી.

BLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે