BSNL 5G Service: BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) તેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. BSNL હાલમાં એકમાત્ર ટેલિકોમ કંપની છે જેણે તેના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો નથી. ગયા મહિને, Jio, Airtel, VI એ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. ત્યારથી મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ BSNL પર સ્વિચ થયા છે. જ્યાં એક તરફ BSNL ઓછી કિંમતે રિચાર્જ પ્લાન આપી રહ્યું છે, તો બીજી તરફ તે પોતાના યુઝર્સ માટે વધુ એક સારા સમાચાર લઈને આવ્યું છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, BSNL ટૂંક સમયમાં તેની 5G સેવા શરૂ કરવા જઈ રહી છે. જોકે, આ સેવા દેશના અમુક શહેરોમાં જ શરૂ કરવામાં આવશે. BSNLની આ મોટી છલાંગ પછી ખાનગી ટેલિકોમ કંપનીઓને ચોક્કસપણે મોટો ફટકો પડશે, પરંતુ યુઝર્સ માટે આ ખૂબ જ સારા સમાચાર છે. BSNL યુઝર્સ હવે ઓછી કિંમતે વધુ સારી સેવાનો આનંદ માણી શકશે.


BSNL ટૂંક સમયમાં તેનો 5G ટ્રાયલ પ્લાન શરૂ કરી શકે છે. હાલમાં, BSNL પાસે Jio, Airtel અને Viની સરખામણીમાં સસ્તા રિચાર્જ પ્લાન છે, પરંતુ સરકારી કંપની 5G નેટવર્કની સરખામણીમાં Jio અને Airtel કરતાં પાછળ રહેતી હતી, પરંતુ હવે BSNL પણ 5G સેવા લાવવા જઈ રહી છે. માહિતી અનુસાર, BSNL ઝડપથી તેના 5G નેટવર્કને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. જે પછી BSNL યુઝર્સને ઓછી કિંમતે કોલિંગ સર્વિસ તેમજ સસ્તા ખર્ચે હાઈ સ્પીડ ડેટા મળશે.


રિપોર્ટ અનુસાર, BSNLનું આ ટ્રાયલ એકથી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. BSNL તેના 5G નેટવર્કની પ્રથમ ટ્રાયલ દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ગુરુગ્રામ જેવા મોટા શહેરોમાં કરી શકે છે.


ભારતમાં મોટાભાગના મોબાઈલ યૂઝર્સ માટે માટે જુલાઈ મહિનો સારો રહ્યો નથી, કારણ કે આ મહિનામાં ભારતની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓએ તેમના પોસ્ટપેડ અને પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમતોમાં 35% સુધીનો વધારો કર્યો છે. આના કારણે લગભગ તમામ રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા થઈ ગયા છે અને લોકોને વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જો કે, ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો નથી. BSNLના ટેરિફ પ્લાન Jio, Airtel અને Vodafone-Idea કરતાં ઘણા સસ્તા છે.