નવી દિલ્હી: રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ પોતાના નવા ટેરિફ પ્લાનથી યુઝર્સને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના જુના પ્લાનથી જ આ પ્રાઈવેટ કંપનીઓને ટક્કર આપી રહી છે. ટેરિફ વધાર્યાં બાદ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ યુઝર્સને લિમિટેડ બેનિફિટ્સ આપી રહી છે પરંતુ BSNLના પોર્ટફોલિયોમાં હજુ પણ અનેક અનલિમિટેડ બેનિફિટવાળા પ્લાન હાજર છે.
આ પ્લાનની શરૂઆત 108 રૂપિયાથી થાય છે અને સૌથી મોંઘો પ્લાન 1,999 રૂપિયાનો છે. બીએસએનએલ વધુ એક ખાસ વાત એ છે કે, તેનાં 1,699 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં હવે રોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઓફર 31 ડિસેમ્બર સુધી વેલિડ છે.
સબ્સ્ક્રાઈબર બેસના મામલે BSNL દેશની ચોથી સૌથી મોટી કંપની છે. કંપની પોતાના સબ્સ્ક્રાઈબરને વધારવા માટે આકર્ષક પ્લાન્સ બહાર પાડી રહી છે. BSNLએ હજુ પણ ટેરિફ વધારવાનું કોઈ જ પ્લાનિંગ નથી. તેનો સીધો ફાયદો યુઝર્સને મળી રહ્યો છે અને તે જૂની કિંમતોમાં બેસ્ટ બેનિફિટવાળો પ્લાન પસંદ કરી શકે છે.
જો કંપનીના 1,699 રૂપિયાવાળા પ્લાનમાં મળતાં બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં યુઝર્સને કુલ 1,095 જીબી ડેટા આપવામાં આવે છે. 365 દિવસની વેલિડિટીની સાથે આવતાં આ પ્લાનમાં યુઝર્સને 250 મીનિટની કેપિંગ સાથે ડેઈલ અનલિમિટેડ વોઈસ કોલિંગ આપવામાં આવે છે. પ્લાનમાં રોજ 100 ફ્રી SMSની સાથે બે મહિના માટે પર્સનાલાઈઝ્ડ રિંગ બેક ટોનનો બેનિફિટ પણ આપવામાં આવે છે.
પ્લાનમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. તે હિસાબથી 365 દિવસમાં તે કુલ 1,095 જીબી થઈ જાય છે. શરૂઆતમાં આ પ્લાન ડેઈલી 2 જીબી ડેટા આપતો હતો પરંતુ નવી ઓફર હેઠળ કંપનીએ તેમાં 1 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. 30 નવેમ્બર 2019 સુધી આ પ્લાનમાં યુઝર્સને રોજ 3.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે.
કઈ કંપનીએ લોન્ચ કર્યો જબરદસ્ત પ્લાન? 365 દિવસ માટે આપે છે 1095 GB ડેટા? જાણો રોજનો કેટલા જીબી આપે છે ડેટા?
abpasmita.in
Updated at:
16 Dec 2019 01:27 PM (IST)
આ પ્લાનની શરૂઆત 108 રૂપિયાથી થાય છે અને સૌથી મોંઘો પ્લાન 1,999 રૂપિયાનો છે. બીએસએનએલ વધુ એક ખાસ વાત એ છે કે, તેનાં 1,699 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં હવે રોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -