BSNL હાલમાં તેના ગ્રાહકો માટે 4G નેટવર્ક પર કામ કરી રહી છે. જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી BSNLના યૂઝર્સમાં મોટો ઉછાળો થયો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને આકર્ષવા માટે કંપની ન માત્ર નેટવર્ક સુધારી રહી છે પરંતુ સસ્તા પ્લાન પણ લાવી રહી છે.
જ્યારથી રિચાર્જ પ્લાન મોંઘા થયા છે, યુઝર્સ લાંબી વેલિડિટીવાળા સસ્તા પ્લાન શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે BSNL એક શાનદાર પ્લાન લઈને આવ્યું છે. BSNL એ તેના કરોડો વપરાશકર્તાઓ માટે તેના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ઉમેર્યા છે. કંપની પાસે રૂ. 100થી ઓછી કિંમતથી લઇને રૂ. 3 હજારથી વધુની અનેક પ્લાન ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને જરૂરિયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો. હવે સરકારી ટેલિકોમ કંપનીએ એવા યુઝર્સને ફાયદો કરાવ્યો છે જેઓ ઓછી કિંમતે લાંબી વેલિડિટી ઈચ્છે છે.
BSNLનો 1198નો શાનદાર પ્લાન
BSNL હવે તેના ગ્રાહકો માટે સૌથી સસ્તો વાર્ષિક પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ તાજેતરમાં જ તેના પોર્ટફોલિયોમાં રૂ. 1198નો એક શાનદાર પ્લાન ઉમેર્યો છે. આ પ્લાન એવા યુઝર્સ માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે જેઓ ઓછી કિંમત અને વર્ષની વેલિડિટી પર ફ્રી કોલિંગ ઈચ્છે છે. કંપની 1198 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી આપી રહી છે. આ સસ્તા પ્લાન સાથે તમે એક જ વારમાં રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો.
BSNL 1198 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ડેટા બેનિફિટ પણ આપે છે. આ પ્લાનમાં તમને કુલ 36GB ડેટા ઓફર કરવામાં આવે છે. મતલબ કે તમે દર મહિને 3GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. ડેટાની સાથે તમને દરરોજ 30 ફ્રી SMS પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારો ડેટા સમાપ્ત થઈ જાય તો પણ તમે સંદેશાઓ દ્વારા લોકો સાથે જોડાયેલા રહી શકો છો.
જો તમને વધુ ઇન્ટરનેટની જરૂર હોય તો તમે બીએસએનએલના બીજા પેક માટે જઈ શકો છો. ગ્રાહકો રૂ. 1999નો પ્લાન ખરીદી શકે છે. આ પ્લાનમાં કંપનીના ગ્રાહકોને 600GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં કંપની યુઝર્સને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે તમને પ્લાનમાં 365 દિવસની જગ્યાએ માત્ર 336 દિવસની વેલિડિટી મળે છે.
BSNL 5G Launch Date: BSNL 5G સેવાના લોન્ચ પર આવ્યું મોટું અપડેટ, લોન્ચ તારીખ કરાઇ જાહેર!