Stock Market Crash: નવા વર્ષના પ્રથમ ટ્રેડિગ દિવસે સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે અચાનક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કારોબારની શરૂઆત દરમિયાન શેરબજાર દબાણ હેઠળ હતું, ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 79,713.14 પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 1200 પોઇન્ટથી વધુ ઘટીને 78426 પર પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી સોમવારે 24,315.75 પોઈન્ટ પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 436.40 પોઈન્ટ ઘટીને 23,867 પર ટ્રેડ કરી રહ્યો હતો.
દિવાળી પછી સોમવાર 4 નવેમ્બરે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આજે સવારે 9.50 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 860 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 78,864.57 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 273 પોઈન્ટ્સ અથવા 1.12 ટકા ઘટીને 24,031 પર ટ્રેડ કરી રહ્યો હતો. બેન્કિંગ ફાઇનાન્સ અને આઇટી શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની બેઠકે બજારમાં આવા ઘટાડા પાછળ મહત્વનો ભાગ ભજવ્યો છે.
5.5 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં લગભગ 1.8 ટકાના ઘટાડાથી તેના પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 5.56 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો, જે પછી તે 442.54 કરોડ રૂપિયા થઈ ગયો હતો. સેન્સેક્સમાં દેશની સૌથી મોટી કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને સન ફાર્મા 420 પોઈન્ટના ઘટાડા સાથે તળિયે રહ્યા હતા. એલએન્ડટી, એક્સિસ બેન્ક, ટીસીએસ અને ટાટા મોટર્સ પણ ઇન્ડેક્સમાં નીચે આવ્યા હતા.
યુએસ ચૂંટણી પહેલા ચિંતા
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આવી સ્થિતિમાં ડેમોક્રેટિક વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને રિપબ્લિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની જોરદાર ટક્કરના કારણે રોકાણકારોમાં સંભવિત આર્થિક અસરોને લઈને ચિંતા છે.