નવી દિલ્હી: ટેલિકોમ કંપનીઓ દ્વારા બહુ નવી-નવી ઓફર આપવામાં આવે છે ત્યારે ઘણાં યુઝર્સની સમસ્યા રહે છે કે, પ્રી-પેડ પ્લાનમાં ડેટાની સાથે અનલીમીટેડ કોલની ઓફર આપવામાં આવે છે પરંતુ તે કોલિંગ કરતા વધુ ડેટાનો ઉપયોગ કરે છે. એવામાં BSNL આવા યુઝર્સ માટે સ્પેશિયલ ટેરીફ વાઉચર પ્લાન લઈને આવ્યું છે જેમાં ઓછા રૂપિયામાં વધુ ડેટાનો લાભ મળે છે. BSNL દેશમાં એકમાત્ર કંપની છે જે ડેટા ઓન્લી ઓફર પણ આપે છે.
BSNLના એક ખાસ પ્લાન યુઝર્સને 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા આપે છે. 318 રૂપિયાનાં ડેટા પેકની 84 દિવસની વેલીડીટી રહે છે. અત્યારે માત્ર ડેટા ઓન્લી ઓફર આપતી એકમાત્ર કંપની છે. જેમાં 198 રૂપિયા અને 98 રૂપિયાનો પ્લાન સૌથી વધુ પોપ્યુલર છે. આ પ્લાનમાં પણ 2 જીબી ડેટા મળે છે.
ઘણાં એવા ગ્રાહકો હોય છે જે કોલિંગથી વધારે ડેટા યુઝ કરે છે એવામાં આ પ્લાન તેમને ઉપયોગી થઈ શકે છે. 318 રૂપિયામાં 84 દિવસ સુધી 168 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઓફર એક સ્પેશિયલ ટેરીફ વાઉચર છે. જેમાં ગ્રાહકને ડેલી 2 જીબી ડેટા આપવામાં આવે છે. 84 દિવસની વેલીડીટી સમાપ્ત થઈ ગયા બાદ તેની ડેટા લીમીટ ખત્મ થઇ જવાના કારણે ઈન્ટરનેટ સ્પીડ 40 KBPS રહી જાય છે.
જોકે પ્લાન પૂરો થઈ જવા છતાં વોટ્સએપ વાપરવા માટે આટલી સ્પીડ પૂરતી છે. જોકે અત્યારે આ પ્લાન દેશના અમુક નિશ્ચિત સર્કલ સુધી આપવામાં આવે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સર્કલમાં આ સેવા આપવામાં આવી છે.
સ્પેશિયલ ટેરીફ વાઉચર પ્લાનની વાત કરીએ તો, તેની ખૂબ લાંબી લીસ્ટ છે, જેની શરૂઆત 7 રૂપિયાથી થાય છે જેમાં એક દિવસમાં 1 જીબી ડેટા
પણ મળે છે. 98 રૂપિયાનાં પ્લાનમાં 24 દિવસ સુધી 2 જીબી ડેટા આપવામાં આવે છે. 198 રૂપિયાના પ્લાનમાં 54 દિવસ સુધી 2 જીબી ડેટા આપવામાં આવે છે. જ્યારે 548 રૂપિયાના સ્પેશિયલ ટેરીફ વાઉચરના પ્લાનમાં 90 દિવસ માટે દરરોજ 5 જીબી ડેટા ઓફર આપવામાં આવે છે.
ગ્રાહકો માટે BSNL લાવ્યું જબરદસ્ત ઓફર, 318 રૂપિયામાં કેટલા દિવસ આપે છે વેલિડિટી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 09:50 AM (IST)
BSNLના એક ખાસ પ્લાન યુઝર્સને 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા આપે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સર્કલમાં આ સેવા આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -