નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ટાર્ગેટ, મજબૂત દેશ અને મજબૂત નાગરિક બનાવવાનો છે અને સરકારની તમામ નીતિઓ આ જ કામ કરી રહી છે.


નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કંપની માટે મોટી જાહેરાત કરી છે. હવેથી જે કંપની 400 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવે છે તેને હવે 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. તેના અંતર્ગત દેશની 99 ટકા કંપની આવી જશે.