કલમ 80 સી, કલમ 80 સીસીસી અને કલમ 80 સીસીડી હેઠળ એલઆઈસી, પીપીએફ, એનએસસી, પેન્શન ફંડ, પેન્શન સ્કીમમાં રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણો પર મળતાં લાભો પરત ખેંચી લેવામાં આવ્યા છે.
કલમ 80-ડી હેઠળ મેડિક્લેઈમના રૂપિયા 30,000 સુધીના પ્રીમિયમના લાભો પણ પરત ખેંચી લેવામાં આવ્યા છે.
કલમ 80ડીડી હેઠળ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ રૂપિયા 1.25 લાખ સુધીનો બાદ મળતો ખર્ચ બાદ આપવાની ના પાડી દેવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
કલમ 80 ડીડીબી હેઠળ પોતાને માટે કે પછી પોતાના પર નિર્ભર વ્યક્તિની તબીબી સારવાર માટે કરવામાં આવતો રૂપિયા 40,000 સુધીનો ખર્ચ બાદ આપવાનું બંધ કરવાની પણ દરખાસ્ત મૂકી છે.
કલમ 80-ઈ હેઠળ ઉચ્ચ શિક્ષણ માટેની લોન પર ચૂકવામાં આવતા સંપૂર્ણ વ્યાજની રકમ બાદ ન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
કલમ 80- ઈઈ હેઠળમાં હાઉસિંગ લોન પર મળતું વધારાનું રૂપિયા 50,000નું વ્યાજ બાદ ન આપવાની પણ દરખાસ્ત મૂકાઈ છે.
કલમ 80 - ઈઈએ હેઠળ રૂપિયા 45 લાખની કિંમતનું મકાન લઈને તેને માટે રૂપિયા 35 લાખની લોન લીધી હોય તો તેવા સંજોગોમાં તેના પર ચૂકવેલા વ્યાજની રકમમાંથી રૂપિયા 1.5 લાખ આવકમાંથી બાદ આપવાનું હતું તે પણ પરત ખેંચી લેવામાં આવ્યું છે.
કલમ 80 ઈઈબી હેઠલ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર બાદ આપવામાં આવતી રૂપિયા 1.5 લાખ સુધીની રકમ બાદ ન આપવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે.
કલમ 80-જી હેઠળ ડોનેશનની બાદ આપવામાં આવતી રકમ બાદ ન આપવાન દરખાસ્ત બજેટમાં મૂકવામાં આવી છે.