કોરોનાએ ચીનમાં લીધો 300થી વધુ લોકોનો ભોગ
આ વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 300થી વધારે લોકોના મોત થયા છે અને આશરે 9,000થી વધારે લોકો અસરગ્રસ્ત છે. 323 ભારતીયો સાથે એર ઈન્ડિયાનું બીજું વિમાન વુહાનથી ભારત આવી પહોંચ્યું હતું. આ પહેલા એર ઈન્ડિયાના પ્રથમ પ્લેનમાં 324 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ સગીર અને 211 વિદ્યાર્થી હતા.
એરપોર્ટ પર ગોઠવવામાં આવ્યા થર્મલ સ્કેનર
કોરોના વાયરસની અસર ભારતમાં જણાતા સરકારે યોગ્ય પગલા હાથ ધર્યા છે. કોલકતા, હૈદરાબાદ, મુંબઇ, દિલ્હી સહિત દેશના ઘણા એરપોર્ટ પર થર્મલ સ્કેનર ગોઠવવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 13,000 જેટલા પ્રવાસીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ચીનથી આવેલા પ્રવાસીઓ અને ચીનથી પરત ફરેલા ભારતીય નાગરિકોનું વિશેષ ચેકઅપ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસથી બચવા શું કરશો
કોરોના વાયરસના લક્ષણો વિષે આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક કચેરીને જાણ કરવી. વાઈરસનો ચેપ હવાના માધ્યમ દ્વારા એક મનુષ્યથી બીજા મનુષ્યને ફેલાતો હોવાથી દર્દીઓને ભીડભાડ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને શરદી ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો જોઈએ. તેમજ શક્ય એટલો અન્ય લોકો સાથે માનવ સંપર્ક ટાળવો જોઈએ. તેમજ સમયાંતરે એન્ટીસેફ્ટીક સોલ્યુશન દ્વારા હાથ ધોવા અને ઈંડા તેમજ માંસને બરાબર રાંધીને ખાવું જોઈએ.
INDvNZ: આજની T-20માં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોની મળી શકે છે સ્થાન
‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું
મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસ