ઉલ્લેખનીય છે કે બજેટમાં આલ્કોહોલ વેબરેજ પર 100 ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ લગાવવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ એવું માનવામાં આવે છે કે દારૂના ભાવમાં વધારો થશે પરંતુ એવું લાગતું નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ સેસ છતા દારૂ મોંધો નહી થાય.
આ છે કારણ
બજેટમાં દારૂ પર 100 ટકા સેસ તો લગાવવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ સરકાર તરફથી દારૂ પર લગાવવામાં આવતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા આયાત કરવામાં આવેલી 80 ટકા આલ્કોહોલ વાળા દારૂ પર 150 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવતી હતી. આ વખતે સરકાર તરફથી કસ્ટમ ડ્યૂટી ઓછી કરવામાં આવી છે.
સરકારે હવે તેના પર માત્ર 50 ટકા કસ્ટમ ડ્યુટી વસુલ કરશે. તેનો મતલબ છે કે સરકાર તરફથી સેસ લગાવી જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો તે કસ્ટમ ડ્યુટી ઘટાડી ઓછો કરવામાં આવ્યો છે. એવામાં જાણકારોનું માનવું છે કે દારૂની કિંમતમાં કોઈ ખાસ બદલાવ નહી થાય.