ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2020-21 માટે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોનનું લક્ષ્ય રાખ્યું હતું, આ વખતે કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં જે માહોલ બન્યો છે તેને જોતા મોદી સરકારનો નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશમાં ઘઉં ઉગાડનારા ખેડુતોની સંખ્યા બે ગણી થઈ ગઈ છે, ઘઉંની એમસપી દોઢ ગણી કરી દેવાઈ છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખેડૂતોની ઉત્પાદ પ્રક્રિયા યથાવત રહેશે. નાણાં મંત્રીએ કહ્યું કે વર્ષ 2020-21માં ખેડૂતોને 1.72 લાખ રોડ રૂપિયાનું ધાન્ય ખરીદ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ કૃષિક્ષેત્ર પર ચર્ચા કરતા કહ્યું કે સરકાર ખેડૂતોને સમર્પિત છે તો સંસદમાં હંગામો શરૂ થઈ ગયો હતો અને વિપક્ષે કૃષિનો કાળો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે નારા લગાવ્યા હતા.