સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 7.5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે જ્વેલરી સસ્તી થશે. બજેટમાં કરવામાં આવેલા પ્રસ્તાવથી ઘરમાં ઉપયોગમાં લેવાતા રેફ્રિજરેટર, એલઈડી લાઈટ અને મોબાઈલ ફોન જેવો સામાન મોંઘા થશે.
સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં 7.5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. તાંબા પર આયાત ડ્યૂટીમાં 2.5 ટકા ઘટાડો થયો છે. પસંદ કરેલા ચામડાને કસ્ટમ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કારણે ચામડાની બનાવટ પણ સસ્તી થશે.
મોબાઈલ, ચાર્જર્સ, હેડફોન વધુ મોંઘાં થશે, કારણ કે સરકારે વિદેશથી આવતા મોબાઇલ અને સંબંધિત ઉપકરણો પરની આયાત ડ્યૂટીમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. છેલ્લાં 4 વર્ષમાં સરકારે આ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો કર્યો છે.