નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી.  નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે. જાણો શું થયું મોંઘું - મોબાઇલ ફોન, ચાર્જર, મોબાઇલ ફોનના પાર્ટ -ગાડીના સ્પેરપાર્ટ્સ -ઈલેક્ટ્રોનિક ઉપકરણ -ઈમ્પોર્ટેડ કપડાં -સોલર ઈન્વર્ટર, સોલર ઉપકરણ -કોટન શું થયું સસ્તું -સ્ટીલથી બનેલો સામાન -સોનું -ચાંદી -તાંબાનો સામાન -ચામડાથી બનેલો સામાન
નાણા મંત્રીએ ટેબલેટથી વાંચ્યુ ભાષણ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટ કાગળ દસ્તાવેજોના બદલે ટેબલેટથી વાંચ્યું હતું. આ વખતે બજેટ કાગળ પર પ્રિન્ટ નથી થયું. તમામ સાંસદોનો ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાવાશે.