Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ 2025 રજૂ કર્યું. આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ અને ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આવો, જાણીએ આ બજેટમાં કોને શું મળ્યું.


મધ્યમ વર્ગ


12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં.


12 લાખથી 16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ લાગશે.


ખેડૂતો


પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના શરૂ થશે, જેમાં 100 જિલ્લાઓના 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે.


કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.


બીજ માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવશે.


કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનું મિશન શરૂ કરવામાં આવશે.


બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.


મહિલાઓ


કેન્સર જેવી ગંભીર બીમારી માટેની 36 દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


ગ્રામીણ મહિલાઓને રોજગાર અને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરવા માટે કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.


ઉદ્યોગ


સ્ટાર્ટઅપ્સને ભંડોળ આપવા માટે નવા ભંડોળની જોગવાઈ કરવામાં આવશે.


ફૂટવેર અને લેધર સેક્ટર માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવશે.


MSME માટે લોન લેવી સરળ બનશે.


અન્ય


આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.


બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવામાં આવશે.


ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા ગીગ વર્કરોને ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓળખ કાર્ડ આપવામાં આવશે.


શહેરી કામદારોના ઉત્થાન માટેની યોજના શરૂ કરવામાં આવશે.


'મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' હેઠળ 5 નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્કીલિંગની સ્થાપના કરવામાં આવશે.


ભારતીય રમકડાંને વિશ્વમાં ઓળખ અપાવવા માટે ક્લસ્ટર, કૌશલ્ય અને ઉત્પાદન વાતાવરણ પ્રદાન કરવામાં આવશે.


આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.


કપાસ ઉત્પાદકતા મિશન શરૂ કરવામાં આવશે.


36 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે.


વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે.


સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સેવાઓને વધુ ઊંડી અને વિસ્તૃત કરશે.


બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે.


વેસ્ટર્ન કોસી કેનાલ માટે નાણાકીય સહાય આપવામાં આવશે.


આ પણ વાંચો....


8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા


70 કે 90 નહીં પણ આટલા જ કલાકો સુધી કામ કરવું જોઈએ, Economic Survey માં સરકારે આપ્યો જવાબ