Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ તેમનું સતત 8મું બજેટ રજૂ કરશે. આ બજેટમાં 6 મોટી જાહેરાતો થવાની શક્યતા છે. આ જાહેરાતો લોકોની જરૂરિયાત, ભાજપનો ઢંઢેરો, સરકાર અને મીડિયા રિપોર્ટ્સના આધારે પસંદ કરવામાં આવી છે.



  1. સસ્તું-મોંઘું:


પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે, કારણ કે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થવાની શક્યતા છે.


મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે, કારણ કે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સાથે સંબંધિત પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટી શકે છે.


સોના અને ચાંદીના ભાવ વધી શકે છે, કારણ કે તેના પર આયાત ડ્યુટી વધી શકે છે.



  1. આવકવેરો:


10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે.


15 લાખથી રૂ. 20 લાખની વચ્ચેની આવક માટે 25%નો નવો ટેક્સ બ્રેકેટ દાખલ થઈ શકે છે.


નવી વ્યવસ્થા હેઠળ મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.



  1. યોજનાઓ:


PM કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6 હજારથી વધીને 12 હજાર રૂપિયા થઈ શકે છે.


આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારી શકાય છે.


અટલ પેન્શન યોજના (APY)માં પેન્શનની રકમ બમણી એટલે કે રૂ. 10,000 સુધી થઈ શકે છે.



  1. રોજગાર:


ગ્રામીણ વિસ્તારના સ્નાતક યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત થઈ શકે છે.


વિદેશમાં નોકરી મેળવવામાં મદદ કરવા માટે ઇન્ટરનેશનલ મોબિલિટી ઓથોરિટી બનાવી શકાય છે.


કૌશલ્ય વધારવા અને રોજગારી પેદા કરવા માટે સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી શકાય છે.



  1. આરોગ્ય:


આરોગ્ય ક્ષેત્રના બજેટમાં લગભગ 10%નો વધારો થઈ શકે છે.


એમઆરઆઈ જેવા મેડિકલ સાધનો પરની આયાત ડ્યૂટી ઘટી શકે છે.


સરકારે આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે.



  1. મકાન:


મેટ્રો શહેરો માટે એફોર્ડેબલ હાઉસિંગ પ્રાઇસ લિમિટ 45 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 70 લાખ રૂપિયા સુધીનું મકાન ખરીદે છે તો તેને સરકારી યોજના હેઠળ છૂટ મળશે. અન્ય શહેરો માટે આ મર્યાદા 50 લાખ રૂપિયા હોઈ શકે છે.


હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે. હાલમાં આ છૂટ 2 લાખ રૂપિયા સુધીની છે.


આ પણ વાંચો...


યુનિફાઇડ પેન્શન સ્કીમ: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? UPSનું ગણિત સમજો