Budget Session LIVE: લોકસભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, કહી આ વાત

આ પહેલા મંગળવારે (7 ફેબ્રુઆરી) લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

gujarati.abplive.com Last Updated: 08 Feb 2023 04:39 PM

બ્રેકગ્રાઉન્ડ

Budget Session Parliament LIVE: સંસદના બજેટ સત્રનો આજે 8મો દિવસ છે. આજે એટલે કે બુધવારે (8 ફેબ્રુઆરી) બધાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ પર રહેશે. હકીકતમાં, બુધવારે (8 ફેબ્રુઆરી) બપોરે...More

PM મોદીએ 2G, CWG કૌભાંડોનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાને કહ્યું કે તે 10 વર્ષોમાં વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે કોઈ સાંભળવા તૈયાર નહોતું. દરેક તકને મુશ્કેલીમાં ફેરવવી યુપીએની ઓળખ બની ગઈ છે. જ્યારે ટેક્નોલોજીનો યુગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો, તે જ સમયે તે 2જીમાં અટવાયેલો રહ્યો. જ્યારે પરમાણુ સમજૂતી પર ચર્ચા થઈ હતી, ત્યારે તે કેશ ફોર નોટમાં પડેલું હતું. 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી... CWG કૌભાંડમાં આખો દેશ દુનિયામાં કુખ્યાત થયો હતો.