સ્ટોક માર્કેટમાં સ્પેશિયાલિટી કેમિકિલ બનાવતી કંપની તત્વ ચિંતનની એન્ટ્રી શાનદાર રહી છે. નિફ્ટી પર 1083 રૂપિયાનાના ભાવની સામે સ્ટોક 2111.85 રૂપિયા પર લિસ્ટ થયો. એટલે કે રોકાણકારોને કમાણી ડબલ થઈ ગઈ. IPOમાં રોકાણકારોને એક શેર 1083 રૂપિયામાં મળ્યો હતો.


બન્ને એક્સચેન્જ પર તત્વ ચિંતનનો સ્ટોક ઈશ્યૂ પ્રાઈસથી લગભગ 109 ટકા એટલે કે 1183 રૂપિયા ઉછળીને ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોક દિવસ દરમિયાન 2534ની સપાટી સુધી પહોંચ્ય હતો.


તત્વ ચંતનનો IPO સબ્સક્રિપ્શન માટે 16 જુલાઈથી 20 જુલાઈ સુધી ખુલ્યો હતો. તેની ઇશ્યૂ સાઈઝ 500 કરોડ રૂપિયા હતી, જેમાં 225 કરોડ રૂપિયાના ફેશ શેર અને 275 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ દ્વારા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ OFSમાં હાલના રોકાણકારો અને પ્રમોટર્સે પોતાની હિસ્સેદારી વેચી હતી. પહેલા દિવસે આઈપીઓ 4.51 ગણો, બીજા દિવસે 15.05 ગણો અને ત્રીજા અને અંતિમ દિવસે કુલ 180.36 ગણો ભરાયો હતો. આ રીતે તત્વ ચિંતનનો આઈપીઓ 2021નો બીજો સૌથી વધારે સબ્સક્રાઈબ ઇશ્યૂ રહ્યો. પહેલા નંબર પર MTAR ટેકનો આઈપીઓ છે, જે 200 ગણો ભરાયો હતો.


વર્ષનો બીજો સૌથી વધારે સબ્સક્રિપ્શનવાળો ઈશ્યૂ


IPOમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 35.35 ગણો ભરાયો હતો. બોલીની દૃષ્ટિએ સૌથી વધારે 512.22 ગણી માગ HNIની રહી હતી.


શું છે કંપનીનો વેપાર?


કંપનીના વેપારની વાત કરીએ તો વડોદરાની તત્વ ચિંતન એક સ્પેશ્યાલિટી કેમિકલ કંપની છે. કંપની પોતાના પ્રોડક્ટ્સની નિકાસ લગભગ 25 દેશોમાં કરે છે. આ લીસ્ટમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન સામેલ છે.


કેટલો રહ્યો કંપનીનો નફો?


એક વર્ષ પહેલા નાણાંકીય વર્ષ 2020માં કંપનીએ 263.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ સિવાય ચોખ્ખો નફો 37.79 કરોડ રૂપિયા રહ્યો. જાન્યુઆરી 2020 સુધી ફર્મ પર 83.17 કરોડ રૂપિયાનું દેવું હતું. તેનાથી આગળના નાણાંકીય વર્ષમાં કંપનીનો નફો 20.54 કરોડ રૂપિયા અને આવક 206.3 કરોડ રૂપિયા હતી.