મુંબઈઃ તત્વ ચિંતન ફાર્મા કેમે આજે શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ કર્યુ છે. કંપનીનો શેર બીએસઈ પર ઈશ્યુ પ્રાઇઝથી 95 ટકા પ્રીમિયર પર લિસ્ટ થયો હતો. તેની ઈશ્યૂ પ્રાઇસ 1083 રૂપિયા હતા અને 2111.80 રૂપિયા પર લિસ્ટ થયો હતો. એનએસઈ પર પણ શેર 95 ટકા પ્રીમિયમ સાથે 2,111.85 પર લિસ્ટ થયો હતો. 11.36 કલાકે બીએસઈ પર શેર 2291 પર કારોબાર કરી રહ્યા છે. એટલે કે રોકાણકારોના રૂપિયા ડબલ થઈ ગયા છે.


ક્યારે ખૂલ્યો હતો અને કેટલો ભરાયો હતો આઈપીઓ


તત્વ ચિંતનનો આઈપીઓ 16 થી 20 જુલાઈ સુધી ખૂલ્યો હતો અને 180 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ચાલુ વર્ષે સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થનારો બીજો ઈશ્યુ છે. આ પહેલા MTAR Tech 200 ગણો ભરાયો હતો.


જળવાઈ રહ્યો ટ્રેંડ


તત્વ ચિંતનના શેરનું લિસ્ટિંગ થવાની સાથે વધારો થવાનો ટ્રેંડ પણ જળવાઈ રહ્યો છે. તાજેતરમાં શેરબજારમાં એન્ટ્રી કરનારા શેર 50 થી 100 ટકા રિટર્ન આપ્યું છે. જીઆર ઈન્ફ્રાનું 19 ડુલાઈએ 105 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું. ક્લિન સાયન્સનું પરણ 98.26 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું હતું. 23 જુલાઈએ ઝોમેટોનું લિસ્ટિંગ 52 ટકા પ્રીમિયમ પર થયું હતું.


શેરબજારમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા સ્ટોક માર્કેટ પછી હવે દેશના એવિયેશન સેક્ટરમાં એક મોટો દાવ રમવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાકેશ ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઈન્સમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. લોકોની વધતી જતી હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને રાકેશ ઝુનઝુનવાલા આગામી ચાર વર્ષમાં 70 એરક્રાફ્ટ સાથે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યોજના માટે તેમની વિદેશી રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વેન્ચરમાં RJ અંદાજે રૂ. 260 કરોડનું રોકાણ કરશે. રાકેશ ઝુનઝુનવાલા ભારતમાં જે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છે એનું નામ 'આકાશ એર' રાખવામાં આવશે. આ નવી એરલાઈન્સમાં ડેલ્ટા એરલાઈન્સના પૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ જેવી આખી ટીમ રાખવામાં આવશે. આ ટીમ એ ફ્લાઈટનું મેનેજમેન્ટ સંભાળશે જે એક વખતમાં 180 લોકો વિમાનની મુસાફરી કરશે.