Potato Chips Business : કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે લોકો પર નોકરીનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક મલ્ટિનેશલ કંપનીઓએ તો મોટા પાયે કર્મચારીઓની છટની શરૂ પણ કરી દીધી છે. જેથી લોકો આત્મનિર્ભર બનવા તરફ નજર દોડાવી રહ્યાં છે. લોકોની પહેલી પસંદ ધંધો છે. એ પણ એવો કે જે ઓછા પૈસે શરૂ કરી શકાય. નાના રોકાણમાં સારૂ એવુ વળતર મેળવી શકાય તેવો ધંધો શોધતા લોકો માટે અમે એક સરસ આઈડિયા લઈને આવી રહ્યાં છીએ. 


આ વ્યવસાય છે ચિપ્સ બનાવવાનો. ચિપ્સ એક એવી વસ્તુ છે જેને બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તે ખૂબ જ નફાકારક વ્યવસાય સાબિત થઈ શકે છે. ચાલો આ બિઝનેસ વિશેની તમામ માહિતી જાણીએ.


પોટેટો ચિપ્સ બિઝનેસ


જો તમે પણ પોટેટો ચિપ્સ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને આ બિઝનેસની વિગતો વિશે માહિતી આપી રહ્યા છીએ. આ બિઝનેસ પેકેજ્ડ ફૂડનો હોવાથી સૌથી પહેલા તમારે FSSAI પાસેથી લાઇસન્સ લેવું પડશે.


આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ચિપ્સ બનાવવાનું મશીન લેવું પડશે. તેની મદદથી તમે દરરોજ મોટી માત્રામાં ચિપ્સ બનાવી શકશો. વ્યવસાયની શરૂઆતમાં તમે નાના મશીનથી કામ કરી શકો છો. ત્યાર બાદ વ્યવસાયની વૃદ્ધિ સાથે તમે એક મોટું મશીન ખરીદી શકો છો.


સામાન્ય રીતે, પોટેટો ચિપ્સનો બિઝનેસ શરૂ કરવાનો ખર્ચ ઓછો હોય છે. બટાકાની ચિપ્સ બનાવવા માટે બટેટા, મસાલા અને તેલની જરૂર રહે છે. મશીનની સાથે આ બધી વસ્તુઓની કિંમત સહિત ગણો તો આ બિઝનેસ શરૂ કરવાનો ખર્ચ માત્ર 1 લાખ રૂપિયા જટલો થાય છે. ત્યાર બાદ જો તમારો વ્યવસાય સારો ચાલે છે તો તમે દર મહિને 40 થી 50 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.


Export Of Agriculture Product: વિદેશમાં ભારતની આ વસ્તુઓની ઊંચી માંગ, 30 અબજ ડોલરની કૃષિ પેદાશોની નિકાસ


ભારત કૃષિ ક્ષેત્રમાં ઝડપી વિકાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે એપ્રિલથી ઓક્ટોબર ક્વાર્ટર દરમિયાન ભારતે ગયા વર્ષ કરતાં વધુ નિકાસ કરી છે. કૃષિ મંત્રાલય દ્વારા સોમવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન, ભારતની કૃષિ અને તેનાથી સંબંધિત વસ્તુઓની નિકાસ 11.97 ટકા વધીને 30.21 અબજ ડોલર થઈ ગઈ છે.


તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન, કુલ નિકાસ $26.98 બિલિયન હતી. ઘઉં, બાસમતી ચોખા, કાચો કપાસ, એરંડા તેલ, કોફી અને ફળોની મુખ્યત્વે ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે. તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2021-22 માં, કુલ નિકાસ 20 ટકા વધીને $ 50.24 અબજ થઈ હતી, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન, કુલ નિકાસ $ 41.86 અબજ હતી.