Nestle India: મેગી નૂડલ્સ (Maggi Noodles), જે બે મિનિટમાં બની શકે છે, તેણે ભારતમાં રેકોર્ડબ્રેક વેચાણ (record break sales) હાંસલ કર્યું છે. નેસ્લે ઈન્ડિયાના મતે ભારત મેગીનું સૌથી મોટું બજાર બની ગયું (India emerged as the largest market for Nestle's Maggi) છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં મેગીના અંદાજે 600 કરોડ યુનિટ વેચ્યા (600 crore units servings of the popular instant noodles sold) છે. આ સિવાય કંપનીની ચોકલેટ કિટકેટે પણ વેચાણના રેકોર્ડ તોડ્યા છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન કિટકેટના 420 કરોડ યુનિટ વેચ્યા છે. કિટકેટ માટે ભારત બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે.


મેગી અને કિટકેટ કંપનીના બેસ્ટ સેલર બન્યા


સ્વિસ MNC નેસ્લેના ભારતીય યુનિટે સોમવારે તેના વાર્ષિક અહેવાલમાં આ આંકડા જાહેર કર્યા છે. આ મુજબ વિશ્વમાં સૌથી વધુ મેગી માત્ર ભારતમાં જ વેચાઈ રહી છે. નેસ્લેએ કહ્યું કે ભારત તેમના માટે સૌથી ઝડપથી વિકસતું બજાર બની ગયું છે. કંપની અહીં બે આંકડામાં વૃદ્ધિ કરી રહી છે. કંપનીએ મેગી નૂડલ્સ અને મેગી મસાલા-ઈ-મેજિકના ભાવ અને ઉત્પાદન મિશ્રણ દ્વારા આ વૃદ્ધિ હાંસલ કરી છે. કિટકેટ ચોકલેટ પણ નેસ્લેની બેસ્ટ સેલર બની છે.


મેગી વિવાદોમાં ફસાઈ હતી, FSSAIએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો


આજે, મેગી, જે કંપની માટે રેકોર્ડ વેચાણ કરી રહી છે, તે વર્ષ 2015 માં એક મોટા વિવાદમાં ફસાઈ હતી. સ્વાસ્થ્યના કારણોને ટાંકીને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ જૂન 2015માં મેગી નૂડલ્સ પર 5 મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. મેગીમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સીસા હોવાનો આરોપ હતો. સીસું એક ખતરનાક રસાયણ છે, જે માત્ર મનુષ્યો માટે જ નહિ પરંતુ પ્રાણીઓ માટે પણ ઘાતક છે. FSSAI અનુસાર, મેગીમાં 17.2 પાર્ટ્સ પ્રતિ મિલિયન (PPM) લીડ હોય છે. આ 2.5 પીપીએમની નિર્ધારિત મર્યાદા કરતાં લગભગ 1000 ગણું વધુ હતું.


આ પ્રતિબંધને કારણે નેસ્લે ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો હતો. પ્રતિબંધના સમયે ભારતીય નૂડલ્સ માર્કેટમાં મેગીનો હિસ્સો લગભગ 80 ટકા હતો. પ્રતિબંધના એક મહિનામાં તે શૂન્ય પર આવી ગયો હતો. હવે, પ્રતિબંધના લગભગ એક દાયકા પછી, મેગી તેની જૂની જગ્યા પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સેગમેન્ટમાં ઘણી કંપનીઓની એન્ટ્રી સાથે સ્પર્ધા તીવ્ર બની છે. છેલ્લા 8 વર્ષમાં કંપનીએ ભારતમાં લગભગ 140 પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ ઉપરાંત તે 2025 સુધીમાં ભારતમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરવા જઈ રહી છે.