Union Budget 2024:  જુલાઈમાં રજૂ થનારા મોદી 3.0 ના પ્રથમ બજેટ માટે (Modi 3.0 first budget), દેશની સૌથી મોટી બિઝનેસ ચેમ્બર CII એ તેની બજેટ સૂચિમાં વાર્ષિક રૂ. 20 લાખ સુધીની કમાણી (income tax) કરનારાઓ માટે ટેક્સમાં રાહતની માંગ કરી છે. આ ઉપરાંત બિઝનેસ ચેમ્બરે સરકાર પાસે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.


20 લાખ સુધીની આવક ધરાવતા લોકોને રાહત મળવી જોઈએ


મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને સુપરત કરવામાં આવેલી પ્રિ-બજેટ માંગણીઓની યાદીમાં, CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સ મોરચે નાની રાહતની માંગ કરી છે. જૂની કર વ્યવસ્થા હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા કરદાતાઓ માટે 30 ટકાના દરે આવકવેરો લેવામાં આવે છે અને નવી કર વ્યવસ્થામાં, 15 લાખથી વધુની કમાણી કરનારા કરદાતાઓ માટે 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવે છે.


પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો


સીઆઈઆઈ પ્રમુખે રેવન્યુ સેક્રેટરી પાસે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની પણ માંગ કરી છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લે છે તો તેનાથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે, તો ડીઝલ પરની ડ્યુટી ઘટાડવાની વ્યાપક અસર થઈ શકે છે. સીઆઈઆઈએ સરકારને કેપિટલ ગેઈન ટેક્સને તર્કસંગત બનાવવાની પણ માંગ કરી છે. લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ પર થયેલા નફા પર લાદવામાં આવે છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાદવામાં આવ્યો હતો. CII એ ઉદ્યોગ માટે કોર્પોરેટ ટેક્સ વર્તમાન સ્તરે રાખવા જણાવ્યું છે.


 મનરેગાનું વેતન વધારવાનું સૂચન


બિઝનેસ ચેમ્બરે મનરેગા હેઠળ કામદારોને આપવામાં આવતા લઘુત્તમ વેતનને રૂ. 267 થી વધારીને રૂ. 375 પ્રતિદિન કરવાનું સૂચન કર્યું છે. આમ કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં માંગ અને વપરાશ વધારવામાં મદદ મળશે. આ ઉપરાંત રાષ્ટ્રીય લઘુત્તમ વેતન નક્કી કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી રકમને વર્તમાન 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા વાર્ષિક કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.


જુલાઈમાં બજેટ રજૂ થશે


સીઆઈઆઈએ સરકારને સૂચન કર્યું કે રિઝર્વ બેંક પાસેથી મળેલા 2.11 લાખ કરોડના ડિવિડન્ડમાંથી 25 ટકાનો ઉપયોગ મૂડી ખર્ચમાં કરી શકાય. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા મહિને સંસદમાં બજેટ રજૂ કરશે