LIC Stock Price at Lifetime High: એલઆઈસી કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના રોકાણકારોની આજે ચાંદી થઈ રહી છે. LICના શેરો સર્વકાલીન ટોચના સ્તરે પહોંચી ગયા છે અને પહેલીવાર LICના શેરોમાં રૂ. 1000થી વધુનું સ્તર જોવા મળ્યું હતું. આજે LICના શેર 1028 રૂપિયાની લાઇફટાઇમ હાઈ અથવા ઓલ ટાઈમ હાઈ લેવલ પહોંચ્યો હતો અને દિવસના અંતે 998.85 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.


આજે LICનો શેર લાઈફટાઈમ હાઈ  


આજે, LICના શેર 8.8 ટકા વધીને રૂ. 1028 પ્રતિ શેર પર પહોંચી ગયા હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે. આ સ્ટોકનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. તેના લિસ્ટિંગના એક વર્ષની અંદર પણ, શેર દર મહિને સતત નવી ઊંચાઈને સ્પર્શી રહ્યો છે. જો આપણે તેના છેલ્લા કેટલાક મહિનાના રેકોર્ડ પર નજર કરીએ તો, તે નવેમ્બર 2023માં 12.38 ટકાનો વધારો નોંધાવવામાં સફળ રહ્યો હતો અને ડિસેમ્બરમાં 22.52 ટકાના અદભૂત ઉછાળા સાથે, આ શેર તેના રોકાણકારોને મજબૂત વળતર આપી રહ્યો છે. આ સિવાય ગયા મહિને આ શેરે રોકાણકારોને 14 ટકાનું બમ્પર વળતર આપ્યું છે અને આ મહિનાના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં એટલે કે આજે જ તેણે 8.8 ટકાનું બમ્પર વળતર આપ્યું છે.


આ શેર 23 જાન્યુઆરીના રોજ IPO કિંમતથી ઉપર પહોંચ્યો હતો


શેર તેના IPOના ભાવને વટાવીને પણ ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. 23 જાન્યુઆરીએ, તેણે તેની રૂ. 949ની IPO કિંમત તોડી નાખી હતી અને ત્યારથી શેર સતત ઊંચે જઈ રહ્યો છે. બજારના જાણકારોના મતે જે ઝડપે LICનો શેર વધી રહ્યો છે તેના પરથી લાગે છે કે શેર બહુ જલ્દી રૂ. 1200ના સ્તરને પાર કરી શકે છે.


LICની માર્કેટ મૂડી રેકોર્ડ સ્તરે


LIC ની માર્કેટ મૂડી આજે 6.50 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી અને તે માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની છઠ્ઠી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. તે જ સમયે, તે સરકારની લિસ્ટેડ PSU કંપનીઓમાં પણ મોખરે આવી છે.  


LIC દેશનો સૌથી વધુ મૂલ્યનો IPO લાવવાનો રેકોર્ડ ધરાવે છે


ભારતના સૌથી મોટા IPOનો રેકોર્ડ સરકારી વીમા કંપની LICના નામે છે. લાંબી રાહ જોયા બાદ LICએ મે 2022માં તેનો IPO લોન્ચ કર્યો હતો. LICના IPOનું કદ લગભગ 21 હજાર કરોડ રૂપિયા હતું. LICના IPOએ Paytmની પેરન્ટ કંપની One97 Communicationsનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2021 માં, Paytm એ બજારમાં 18,300 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કર્યો હતો. હાલમાં One97 કોમ્યુનિકેશન વિવાદોથી ઘેરાયેલું છે પરંતુ LICના શેર ઝડપી ગતિએ વધી રહ્યા છે.