નવી દિલ્હીઃ કેબલ ટીવી માટે TRAIનો નિયમ બે મહિના પહેલા જ લાગુ થઈ ગયો છે. નવા નિયમથી કસ્ટર્મસ અને ઓપરેટર્સ બંનેને ફાયદો થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. હવે અનેક લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમને પહેલાથી વધારે બિલ આવી રહ્યું છે અને ચેનલ પણ અગાઉની તુલનામાં ઓછી છે.
જોકે, કસ્ટમાઇઝ ચેનલ પ્લાન વેચીને ડીટીએચ ઓપરેટર્સ નફો કમાઇ રહ્યા છે. પરંતુ તેમ છતાં તેમની કમાણી પહેલા જેવી નથી રહી. હવે એક નવો રિપોર્ટ આવી રહ્યો છે, જે કેબલ ટીવી જોતા માટે થોડો વધારે ખર્ચાળ સાબિત થઈ શકે છે.
કોલકાતામાં ટીવી ઓપરેટર્સે TRAIને એક પ્રપોઝલ આપ્યું છે, જેમાં કસ્ટમર્સ પાસેથી સર્વિસ ચાર્જ લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ સર્વિસ ચાર્જ કેબલ ટીવીના મેન્ટેનેન્સ તરીકે કસ્ટમર્સ પાસેથી સર્વિસ ચાર્જ તરીકે લેવામાં આવી શકે છે. ટ્રાઇના નવા નિયમ બાદ કેબલ ટીવી ઓપરેટર્સની રેવન્યૂમાં આશરે 45 ટકા સુધી ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.