Canara Bank MCLR Hike: પોલિસી વ્યાજ દરો એટલે કે રેપો રેટ પર નિર્ણય લેનારી RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટ એ દર છે જેના પર RBI દેશની બેન્કોને લોન આપે છે. આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ જાહેર ક્ષેત્રની કેનેરા બેન્કે ચૂપચાપ લોન મોંઘી કરી છે.


કેનેરા બેન્કે માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 5 બેસિસ પોઈન્ટ એટલે કે 0.05 ટકાનો વધારો કર્યો છે. આ નવા દરો 12 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. નોંધનીય છે કે MCLRમાં વધારાને કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દરો વધશે. કેનેરા બેન્કે કહ્યું છે કે એક વર્ષના સમયગાળા માટે બેન્ચમાર્ક MCLR 9 ટકાથી વધારીને 9.05 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય એક મહિના, 3 મહિના અને 6 મહિનાના સમયગાળા માટે MCLR 8.40-8.85 ટકાની રેન્જમાં હશે. એક દિવસની લોન માટે MCLR 8.25 ટકાથી વધારીને 8.30 ટકા કરવામાં આવ્યો છે.


MCLR કેવી રીતે નક્કી થાય છે?


MCLR નક્કી કરતી વખતે ઘણા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં ડિપોઝિટ રેટ, રેપો રેટ, ઓપરેશનલ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયો જાળવી રાખવાની કોસ્ટનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે રેપો રેટમાં ફેરફાર MCLR દરને અસર કરે છે. MCLRમાં ફેરફાર લોનના વ્યાજ દરને અસર કરે છે, જેના કારણે લોન લેનારાઓની EMI વધે છે.


લોન EMI વધશે


MCLRમાં વધારાની અસર હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત તેનાથી સંબંધિત તમામ પ્રકારની લોનના વ્યાજ દરો પર જોવા મળશે. જૂના ગ્રાહકોએ પહેલા કરતા વધુ EMI ચૂકવવા પડશે. નવી લોન લેનારા ગ્રાહકોને મોંઘી લોન મળશે.                                                                                     


Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી