કર્મચારીઓના EPF ખાતામાં નાણાં જમા કરવાના કિસ્સામાં કેટલીક કંપનીઓ છેતરપિંડી કરે છે. આવી છેતરપિંડીથી કર્મચારીઓને બચાવવા માટે EPFO એ કડક પગલાં લીધા છે. હવે કર્મચારીઓને EPFના નાણાં જમા થતાં જ SMS મળશે. આનાથી તેમને નુકસાન નહીં થાય અને કંપની પણ મનમાની નહીં કરી શકે.


આ છે સંપૂર્ણ મામલો


માહિતી અનુસાર, EPFOને ઘણી વખત ફરિયાદો મળી છે કે કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓનું PF નું પૈસા દર મહિને કાપે છે, પરંતુ તેને સમયસર EPF ખાતામાં જમા કરાવતી નથી. આ કંપનીઓ તે નાણાંનો ઉપયોગ તેમના અંગત કાર્યો માટે કરે છે અને તેનો લાભ લીધા પછી રકમ જમા કરે છે. કેટલીક કંપનીઓ કોઈ રેકોર્ડ પણ જાળવતી નથી. આવી કંપનીઓ પર અંકુશ લાવવા અને કર્મચારીઓને છેતરપિંડીથી બચાવવા માટે EPFO એ તેની IT સિસ્ટમને બેંકોની જેમ અપગ્રેડ કરવાનું શરૂ કર્યું છે.


આ થશે ફાયદો


નવી સિસ્ટમની મદદથી EPF સભ્યોને તેમના ખાતામાં નાણાં જમા થતાં જ તરત SMS મળશે. આનાથી તેમને ખબર પડશે કે તેમના PFના નાણાં સમયસર જમા થઈ રહ્યા છે. જોકે, આ માહિતી માત્ર સભ્યોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ મોકલવામાં આવશે. જો કોઈના EPF ખાતામાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો તેમને માહિતી નહીં મળે.


આ કંપનીની ગેરરીતી સામે આવી હતી


ગત મહિને દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ એરલાઈન કંપની સ્પાઈસજેટના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. કંપની પર આરોપ હતો કે તેમણે કર્મચારીઓના 65 કરોડ રૂપિયા PF ખાતામાં જમા કર્યા ન હતા. જોકે, આ મામલામાં કંપનીએ સ્પષ્ટતા પણ કરી હતી. તેમનું કહેવું હતું કે તેઓ ઘણા નાણાં જમા કરી ચૂક્યા છે અને બાકીના નાણાં જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે.


EPFOએ આપી આ માહિતી


સૂત્રો અનુસાર, EPFOના અધિકારીઓએ IT સિસ્ટમને અપગ્રેડ કરવાની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે EPFO હાલમાં જૂની સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જેને બેંકોની જેમ અપગ્રેડ કરવાની યોજના છે. આને EPFO 3.0 નામ આપવામાં આવ્યું છે. આનાથી સભ્યોની ફરિયાદોનો નિકાલ પણ ઝડપથી કરવામાં આવશે. સાથે જ, તેમની વિરુદ્ધ છેતરપિંડી પણ નહીં થઈ શકે. વળી, કંપનીઓ પણ PFના નાણાં જમા કરવામાં ગેરરીતિ નહીં કરી શકે.


આ પણ વાંચોઃ


હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામો રાજ્યસભાની સંખ્યાની ગેમ બદલશે! જાણો 'NDA' કે 'INDIA' કોણ મજબૂત થશે