નવી દિલ્હીઃ સોમવારથી શરૂ નાણાંકીય વર્ષમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ટેક્સમાં રાહત સહિત કુલ 7 નવા ફેરફારોની સામાન્ય માણસો પર સીધી અસર પડશે. ઘર ખરીદવું સસ્તુ બનશે પરંતુ કાર ખરીદવી મોંઘી થશે.




અનેક કાર નિર્માતા કંપનીઓએ પોતાના વિભિન્ન મોડલની કિંમતો વધારવાની જાહેરાત કરી દીધી છે. તેમાં ટાટા, મહિન્દ્રા, નિસાન, રેનો, ટોયોટા અને જેલએલઆર સામેલ છે.



ટાટાની કારો 25,000 સુધી મોંઘી થઇ જશે. જ્યારે મહિન્દ્રની કારમાં 5000થી લઈને 73 હજાર રૂપિયા સુધી મોંઘી થશે. નવો ભાવ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે.