કીવઃ તમામ પ્રકારના યુદ્ધ વેપાર અને અર્થવ્યવસ્થા પર જોવા મળે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર પણ વેપાર અને અર્થવ્યવ્થા પર પડી રહી છે. વિશ્વભરની મોટી કંપનીઓ યુક્રેન અને રશિયામાં તેમના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માંગે છે. આ કારણે કેટલીક કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી પોતાનો બિઝનેસ સમેટવા માંગે છે. કેટલીક કંપનીઓ રશિયામાં બિઝનેસની ફરીથી સમીક્ષા કરવા જઇ રહી છે.
આ કંપનીઓએ યુક્રેનમાં ફેક્ટરીઓ બંધ કરી દીધી
બ્રુઅર કાર્લ્સબર્ગ (Brewer Carlsberg) અને જાપાન ટોબેકોએ (Japan Tobacco) યુક્રેનમાં તેમની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. બીજી તરફ UPS અને FedEx Corp એ દેશમાં અને બહાર તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે. એપલે રશિયામાં તેના ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તે રશિયન હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છે. કંપની પાસે રશિયામાં Apple Pay જેવી ડિજિટલ સેવાઓની મર્યાદિત ઍક્સેસ છે.
ફેસબુકની પેરેન્ટ કંપનીએ સોમવારે રશિયન સમાચાર આઉટલેટ્સ RT અને સ્પુટનિકની ઍક્સેસને બ્લોક કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સમગ્ર યુરોપિયન યુનિયન માટે કરવામાં આવી છે. Twitter એ રશિયાની સરકારની મીડિયાની સામગ્રીની વિઝિબિલિટી અને એમ્પ્લીફિકેશન ઘટાડવાની પણ જાહેરાત કરી છે. Netflix એ પણ આ સપ્તાહે કહ્યું હતું કે તે દેશમાં રશિયાની સરકારી ટીવી ચેનલોનું પ્રસારણ કરશે નહીં. Spotify એ રશિયામાં તેની ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર હુમલાથી અમે ખૂબ જ આઘાતમાં અને દુઃખી છીએ.
ગૂગલની માલિકીની YouTube એ જણાવ્યું હતું કે તેણે સપ્તાહના અંતે યુક્રેનમાં RT સહિત રશિયાની સરકારી મીડિયાને બ્લોક કરી દીધી છે. Google અને YouTube એ પણ કહ્યું કે તેઓ હવે રશિયાની સરકારી મીડિયાને જાહેરાતો ચલાવવા અને તેમના કન્ટેન્ટને મોનેટાઇઝેશન કરવાની મંજૂરી આપશે નહીં. Airbnbના કો ફાઉન્ડર અને સીઇઓ બ્રાયન ચેસ્કીએ ગુરુવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કંપની રશિયા અને બેલારુસમાં તમામ કામગીરી સ્થગિત કરી રહી છે.