નવી દિલ્હીઃ સીબીડીટીએ ટેક્સપેયર્સે મોટી રાહત આપી છે. વાસ્તવમાં સીબીડીટીએ તાજેતરમાં જ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ ચૂકવવામા જાણીજોઇને બચવા, ટેક્સ રિટર્ન નહી ભરવા અને સરકારી ખજાનામાં 25 લાખ રૂપિયા સુધી ડીટીએસ જમા નહી કરાવવા મામલામાં ક્રિમિનલ એક્શન લેવામાં આવશે નહીં. જેનો અર્થ એ થયો કે આ પ્રકારના મામલાઓ કોર્ટમાં જશે નહીં. સીબીડીટીનો આ નિર્ણયથી મોટી સંખ્યામાં ટેક્સપેયર્સ કાયદાની પ્રક્રિયાથી બચી જશે.
સીબીડીટી તરફથી આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે તાજેતરમાંજ નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સદાતાઓની સાથે કડક વલણ નહી અપનાવવા કહ્યુ હતું. વાસ્તવમાં છેલ્લા દિવસોમાં નિર્મલા સીતારમણે ટ્વિટ કર્યુ હતું કે, મે રેવેન્યૂ સેક્રેટરીને નિર્દેશ આપ્યાછે કે તેઓ એ સુનિશ્વિત કરે કે ઇમાનદાર ટેક્સપેયર્સને પરેશાન કરવામાં ના આવે જેમણે સામાન્ય પ્રક્રિયાત્મક ભંગ કર્યો છે તેમના પર ગંભીર એક્શન લેવામાં ના આવે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે સીબીડીટીના સક્યુલરમાં લખ્યું કે, આ મામલામાં સ્ત્રોત પર ટેક્સ કાપની રકમ જમા ન કરાવી હોય તે રકમ 25 લાખ રૂપિયાથી ઓછી છે અને તેને જમા કરાવવાની નિશ્વિત તારીખથી 60 દિવસથી ઓછો વિલંબ થયો હોય તો સામાન્ય પરિસ્થિતિઓમાં તેમના પર કેસ દાખલ કરવામાં નહી આવે.