નવી દિલ્હીઃ સીબીઆઇએ ભારતીય સ્ટેટ બેન્ક સાથે 14 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે બેંગ્લોર સ્થિત એક બાયોફ્યૂલ ફર્મ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અંકિત બાયોફ્યુલ એલએલપીએ 15 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા માટે 2015ના ઓગસ્ટ મહિનામાં ભારતીય સ્ટેટ બેન્કની રાજાજી નગર સ્થિત બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ફર્મ દ્ધારા બાયોમાસમાંથી બ્રિકેટ્સ અને છરાનું ઉત્પાદન અને કર્ણાટકના તુમકુરુમાં એક પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવા માટે સહાયતા માંગવામાં આવી હતી. સીબીઆઇએ અંકિત બાયોફ્યૂલ એલએલપી, તેના મુખ્ય કાર્યકારી અધિકારી જી.બી. આરાધ્યા, પૂર્વ પ્રમોટર કે.વેંકટેશ, વર્તમાન પાર્ટનર જેહાલેશ. અરુણ ડી કુલકર્ણી, જી.પુલમ રાજુ, કે.સુબ્બા રાજુ, થિરૂમલૈયા થિમ્મપ્પા અને અજાણ્યા સરકારી અધિકારી ને આરોપી બનાવવામાં આવ્યા છે.


તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં જી પુલમ રાજુ અને કે.સુબ્બા રાજુની માલિકીની 56 એકર અને 36 ગુંઠા જમીનને ગીરવે રાખવા પર કોલેટરલ સિક્યોરિટીના વિરુદ્ધ બેન્ક દ્ધારા સીમા સ્વીકૃત કરાઇ હતી. બેન્કે 19 નવેમ્બર 2015ના લોન આપી દીધી હતી. જોકે, પેમેન્ટ ન કરવાના કારણે ખાતાને 28 જૂન 2017ના રોજ એનપીએના રૂપમાં વર્ગીકૃત કરાઇ હતી.


 જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બેન્ક દ્ધારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગીરવે રાખવામાં આવેલી સંપત્તિ જી પુલ્લમ રાજુ અને કે.સુબ્બા રાજુના નામ પર નથી અને તેમની પાસે કેટલો ભાગ જમીન માલિકીનો હતો. ગેરન્ટરોએ ભારતીય સ્ટેટ બેન્કને લોન સુરક્ષિત કરવા માટે કોઈપણ સીમાંકન કરેલ જમીન રેકોર્ડની નકલી પટ્ટા-પાસબુક (ટાઈટલ બુક) રજૂ કરી હતી. આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે તે સંપત્તિઓ આઇએફસી વેન્ચર કેપિટલ ફંડ લિમિટેડ પાસે પણ ગીરવે રાખવામાં આવી હતી.


આઈસીસીએ મંગળવારે આગામી ઈવેન્ટ માટે FTPની જાહેરાત કરી છે. ભારત 2031 સુધીમાં ત્રણ આઈસીસી ઈવેન્ટની યજમાની કરશે. ભારત 2026માં શ્રીલંકા સાથે ટી20 વર્લ્ડકપ હોસ્ટ કરશે, 2029માં ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે અને 2031માં બાંગ્લાદેશ સાથે મળીને વર્લ્ડકપનું આયોજન કરશે.


આગામી આઈસીસી ઈવેન્ટની કોણ કરશે યજમાની



  • 2024 ટી20 વર્લ્ડકપઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ

  • 2025 ચેમ્પિયન્સ ટ્રોફી- પાકિસ્તાન

  • 2026 ટી20 વર્લ્ડકપ – ભારત અને શ્રીલંકા

  • 2027 વર્લ્ડ કપ -દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામીબિયા

  • 2028 ટી20 વર્લ્ડકપ - ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ

  • 2029 ચેમ્પિયન્સ ટ્રોફી – ભારત

  • 2030 ટી20 વર્લ્ડકપ – ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ

  • 2031 વર્લ્ડકપ – ભારત અને બાંગ્લાદેશ