કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે ખર્ચ પર અંકુશ લગાવવા માટે આદેશ આપ્યાં છે. આ આદેશ કેન્દ્ર સરકારના કર્મચારીના ઓવર ટાઇમ ભત્તા જેવી કેટલીક વસ્તુને પ્રભાવિત કરશે. આ આદેશ કોરોના મહામારી વિરૂદ્ધ વધતાં ખર્ચને પૂરા કરવા માટે લેવાયો છે.
કોસ્ટ કટિંગ કેન્દ્ર સરકારના ખર્ચ પર અંકુશ લગાવવા માટે આપવામાં આવ્યું છે. આ આદેશ કેન્દ્રના કર્મીના ઓવરટાઇમ ભત્તા જેવી વસ્તુને પ્રભાવિત કરશે.ઉલ્લેખનિય છે કે. આ આદેશ કોરોના મહારમારી સામે વધતાં ખર્ચને પૂરો કરવા માટે લેવામાં આવ્યો છે.
નાણામંત્રાલયે ગત વર્ષમાં બે વખત મંત્રાલયો અને વિભાગો દ્રારા ખર્ચ કટોતીનો આદેશ આપ્યો હતો. જો કે ઓવરટાઇમ ભત્તા અને રિવાર્ડસ જેવા મુદ્દા પર આ આદેશ લાગુ ન હતો કરાયો. ગુરૂવારે નાણા મંત્રાલયને ખર્ચ વિભાગે એક જ્ઞાપન જાહેર કર્યુ. જે ભારત સરકારના બધા જ સચિવો અને મંત્રાલયો અને વિભાગોના નાણાકિય સલાહકારોને મોકવામાં આવ્યો છે. જેમાં ફિઝૂલ ખર્ચ બંધ કરવાના આદેશ અપાયા છે.
નાણામંત્રાલય દ્રારા જાહેર સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ મંત્રાલય, વિભાગને અનુરોધ છે કે, બધા જ પરિહાર્ય ગૈર યોજનાગત ખર્ચને ઓછા કરવા માટે પગલા લેવામાં આવે. જો કે કોવિડની રોકથામ માટે થતાં ખર્ચને આ આદેશથી બહાર રાખવામાં આવ્યો છે.
જે ચીજો પર ખર્ચ ઘટાડવાની યાદી તૈયારી કરાઇ છે, તે આ મુજબ છે.
ઓવરટાઇમ ભત્તા, રિવાર્ડસ (પુરસ્કાર) ઘરેલુ યાત્રા, વિદેશ યાત્રા ખર્ચ, ઓફિસ ખર્ચ, ભાડું. રેટ એન્ડ ટેક્સ, રોયલ્ટી, પ્રકાશન, અન્ય વહીવટી ખર્ચ, આપૂર્તિ અને સામગ્રી, રાશન, POL, વસ્ત્ર અને ટેન્ટજ વિજ્ઞાપન અને પ્રચાર, લધુ કાર્ય, રખરખાવ, સેવા શુલ્ક યોગદાન અને અન્ય શુલ્ક પર કટોતીના આદેશ અપાયા છે. આ મુદ્દે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ કટોતીના આદેશ આપવા પાછળ કોઇ તર્ક નથી અને આ કટોતી કરવાનો યોગ્ય સમય છે કારણ કે, સિસ્ટમ 100 ટકા ક્ષમતાથી કામ નથી કરી રહી.