રાજ્યમાં સતત બીજા દિવસે પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 25 પૈસાનો વધારો થયો છે. સતત વધી રહેલા ભાવ વધારાથી નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
- રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.12 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.72 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લિટરે 93.31 રૂપિયા, અને ડિઝલ પ્રતિ લિટરે 93.91 રૂપિયા પર પહોંચી.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92.89 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.51 રૂપિયા પર પહોંચી છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92.78 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.39 રૂપિયા પર પહોંચી છે.
- જામનગરમાં પેટ્રોલની કિંમત 93.04 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.64 રૂપિયા પર પહોંચી છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.72 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 94.34 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.13 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 93.75 રૂપિયા પર પહોંચી છે.
- આઠ મહાનગરોમાં ભાવનગરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત સૌથી વધુ છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.69 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 95.28 રૂપિયા પર પહોંચી છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.