Tax Devolution To States: આગામી તહેવારોની સીઝન (Festive Season) ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પહેલાં રાજ્ય સરકારને ટેક્સ ડિવોલ્યુશન (કર મહેસૂલ) તરીકે 1,78,173 કરોડ રૂપિયા રિલિઝ કર્યા છે, જેમાંથી 89,086 કરોડ રૂપિયા તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને એડવાન્સ તરીકે રિલીઝ કરવામાં આવ્યા છે.
નાણા મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે 10 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્ર સરકારે રાજ્યોને ટેક્સ ડિવોલ્યુશન તરીકે 1.78,173 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. સામાન્ય રીતે માસિક ટેક્સ ડિવોલ્યુશન 89,086.50 કરોડ રૂપિયા થાય છે. પરંતુ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો મૂડી ખર્ચને વેગ આપી શકે છે અને વિકાસ અને લાભકારી યોજનાઓ પરના ખર્ચ માટે એડવાન્સ સ્વરૂપે ટેક્સ ડિવોલ્યુશનનો એક હપ્તો પણ રાજ્યોને આપવામાં આવે છે.
નાણા મંત્રાલયના ડેટા અનુસાર, 1,78,173 કરોડ રૂપિયાની કર આવકમાંથી સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશને 31,962 કરોડ રૂપિયા, બિહારને 17,921 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશને 13,987 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળને 13,404 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રને 11,255 કરોડ રૂપિયા, રાજસ્થાનને 10,737 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ સિવાય તમિલનાડુને 7,268 કરોડ રૂપિયા, ઓડિશાને 8068 કરોડ રૂપિયા, કર્ણાટકને 6498 કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશને 7211 કરોડ રૂપિયા અને પંજાબને 3220 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. છત્તીસગઢને 6070 કરોડ રૂપિયા, ઝારખંડને 59892 કરોડ રૂપિયા, ગુજરાતને 6197 કરોડ રૂપિયા, આસામને 5573 કરોડ રૂપિયા ટેક્સ ડિવોલ્યુશન તરીકે આપવામાં આવ્યા છે.
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે