Ratan Tata Death News: દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક અને અગ્રણી બિઝનેસ ગ્રુપ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું બુધવારે (9 ઓક્ટોબર 2024) નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા અને તેમના ગયા પછી ટાટા સન્સના વિશાળ સામ્રાજ્યને કોણ સંભાળશે તે અંગે અટકળો ચાલી રહી છે.


રતન ટાટા તેમના પરોપકારી કાર્યો માટે પણ જાણીતા છે, અને તેઓ ભારતના સૌથી સખાવતી ઉદ્યોગપતિઓમાંના એક હતા. રતન ટાટાએ તેમના જીવનકાળ દરમિયાન ટાટા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ વિકાસ અને આપત્તિ રાહત માટે ઘણી મદદ કરી છે. રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને તેમને કોઈ સંતાન નથી, તેથી તેમના મૃત્યુ પછી તેમની મિલકતનો વારસો કોણ મેળવશે, આ સવાલ દરેકના મનમાં છે.


રતન ટાટાના ગયા પછી તેમના બિઝનેસની બાગડોર કોણ સંભાળશે તે જાણવા માટે તેમના પરિવાર વિશે જાણવાની જરૂર છે. રતન ટાટાના માતા-પિતાના નામ નવલ ટાટા અને સોની હતા, જેમણે 1940ની આસપાસ છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ નવલ ટાટાએ 1955માં સ્વિસ મહિલા સિમૉન સાથે લગ્ન કર્યા હતા. તેમના એક પુત્રનું નામ નૉએલ ટાટા છે અને રતન ટાટાને કોઈ સંતાન ન હોવાથી અબજોની કિંમતની આ મિલકત તેમના સાવકા ભાઈ નૉએલ ટાટાના સંબંધીઓને જાય તેવી સંભાવના છે. નૉએલ ટાટાને માયા, નવલ અને લેહ ટાટા નામના ત્રણ બાળકો છે.


માયા ટાટા 
રતન ટાટાની મિલકત રતન ટાટાના સાવકા ભાઈ નૉએલ ટાટાની પુત્રી માયા ટાટા પાસે જવાની શક્યતા છે. 34 વર્ષીય માયાએ બેયસ બિઝનેસ સ્કૂલ અને વૉરવિક યૂનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. તેણીએ ટાટા ઓપોર્ચ્યૂનિટી ફંડ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ તેણી ટાટા ડિજિટલમાં ગઈ, જ્યાં તેણીએ ટાટા ન્યૂ એપ વિકસાવવામાં અને લૉન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેણી હાલમાં તેના ભાઈ-બહેનો સાથે ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડમાં સેવા આપે છે. માયા ટાટાની માતા ટાટા ગ્રુપના દિવંગત ચેરમેન સાયરસ મિસ્ત્રીની બહેન અને સ્વર્ગસ્થ અબજોપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રી છે.


નેવિલ ટાટા 
માયા ટાટાના ભાઈ નેવિલ ટાટા (32 વર્ષ) ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમને રતન ટાટાના સામ્રાજ્યના વારસદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. તેમણે ટોયોટા કિર્લોસ્કર જૂથની વારસદાર માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે અને તેમને જમશેદ ટાટા નામનો પુત્ર છે. નેવિલ ટાટા સ્ટાર બજારનું નેતૃત્વ કરી રહ્યા છે, જે ટ્રેન્ટ લિમિટેડ હેઠળની હાઇપરમાર્કેટ ચેઇન છે. અગાઉ, તેમને પેકેજ્ડ ફૂડ એન્ડ બેવરેજ ડિવિઝનનું સંચાલન સોંપવામાં આવ્યું હતું, જેમાં તેમની ક્ષમતા સાબિત કર્યા પછી, તેમણે જુડિયો અને વેસ્ટસાઇડનો હવાલો પણ સંભાળ્યો હતો. ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે તેમને ટાટા ગ્રૂપના અનુગામી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા હતા.


લીઆ ટાટા (39 વર્ષ) 
નેવિલ અને માયા ટાટાની બહેન લેહ ટાટા (39 વર્ષ) આ ગ્રુપના હૉટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેણે સ્પેનની IE બિઝનેસ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું. તેણીએ તાજ હૉટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસિસમાં કામ કર્યું હતું અને હવે તે ભારતીય હૉટેલ કંપનીની કામગીરીનું સંચાલન કરે છે. તેણે 2010માં થોડો સમય લૂઈસ વિટનમાં ઈન્ટર્નશીપ પણ કરી હતી, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન હોટેલ ઈન્ડસ્ટ્રી પર જ હતું.


આ પણ વાંચો


Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ