Loan Scheme: શહેરોમાં ઘર ખરીદનારાઓને સસ્તામાં મળશે લોન, જાણો મોદી સરકાર ક્યારથી શરૂ કરશે યોજના?

Cheap Loan Scheme: કેન્દ્ર સરકાર એક નવી યોજના લઈને આવી રહી છે

Continues below advertisement

Cheap Loan Scheme: શહેરોમાં રહેતા પરિવારો માટે કે જેઓ પોતાનું ઘર લેવાનું  સ્વપ્ન જુએ છે તેમના માટે  કેન્દ્ર સરકાર એક નવી યોજના લઈને આવી રહી છે અને તેઓ સરકાર પાસેથી સસ્તા દરે લોન મેળવી શકશે. 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ લોકો આ યોજનાની તારીખની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

Continues below advertisement

હરદીપ સિંહ પુરીએ સસ્તી લોન યોજનાને લઇને કરી જાહેરાત

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે શહેરોમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા લોકોને હોમ લોન પર વ્યાજમાં રાહત આપવા માટે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં એક યોજના શરૂ કરવામાં આવશે. હરદીપ સિંહ પુરીએ આજે ​​કહ્યું કે આ યોજના પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે.                           

આ યોજના સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે - શહેરી બાબતોના મંત્રાલયના સચિવ

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ મનોજ જોશીએ જણાવ્યું હતું કે શહેરોમાં મકાન ખરીદવાનું સપનું જોતા લોકોને લોનના વ્યાજમાં રાહત આપવા માટે આ યોજના સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના તેમના ભાષણમાં શહેરોમાં રહેતા આવા મધ્યમ વર્ગના પરિવારો માટે એક યોજનાની જાહેરાત કરી હતી જેમની પાસે પોતાનું ઘર નથી અને આ જાહેરાત હેઠળ આ યોજના આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે.                             

વડાપ્રધાને શહેરોમાં મકાનો બનાવનારાઓને વ્યાજમાં છૂટની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર શહેરોમાં રહેતા પરિવારો માટે એક નવી યોજના લઈને આવી રહી છે જેઓ પોતાના ઘરનું સપનું જુએ છે. તેમની સરકારે શહેરોમાં અથવા ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને હોમ લોનના વ્યાજમાં લાખોની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. શહેરોની મોટી વસ્તી હજુ પણ ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેના માટે સરકારે આ લોનના વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ પોતાનું ઘર બનાવી શકે.

Continues below advertisement
Sponsored Links by Taboola