નવી દિલ્હીઃ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ થોડા કલાકો પછી રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.3 ટકાના વધારે સાથે 1832.36 ડોલર પ્રતિ ઔંસ છે.  આ દરમિયાન આજે ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ પર ફેબ્રુઆરીમાં સોનાનો વાયદો 0.27 ટકા વધીને 49,115 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે ચાંદી 0.3 ટકા વધીને 66,234 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે.


નવી દિલ્હમીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, અમદાવાદમાં 48,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચેન્નઈમાં 46,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, કોલકાતામાં 48,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

એમસીએક્સ પર સોનાનો ફેબ્રુઆરી વાયદો સાંકડી વધ ઘટ સાથે કારોબાર કરી રહ્યો છે. સોનું 150 રૂપિયા વધ્યું છે અને 49115 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. સતત બે દિવસની તેજી બાદ એમમીએક્સ પર ચાંદીનો માર્ચ વાયદો 66 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે.