નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા મોટા ભાગના સરકારી કામકાજો અને યોજનાઓમાં આધાર કાર્ડને ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે. સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારનું આ એક ખાસ પગલુ છે. પણ હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ચાર્જ લગાવી દેવામાં આવ્યો છે. કાર્ડ અપડેશનને લઇને આધાર રિલીઝ કરનારી ઓથોરિટી UIDAIએ હવે કેટલાક ચાર્જ લગાવી દીધા છે, એટલે કે હવે કંઇપણ અપડેશનનું કામ ફ્રીમાં નહીં થઇ શકે. UIDAI અનુસાર આધાર રજિસ્ટ્રેશન અને અનિવાર્ય બાયૉમેટ્રિક અપડેટ હજુ પણ ફ્રી છે, આ સિવાય જીએસટી સહિતનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.
જાણો કઇ સર્વિસનો કેટલો ચાર્જ લાગશે....
આધાર સર્વિસ ચાર્જ/ફી
આધાર રજિસ્ટ્રેશન/નોંધાવવું મફત
જરૂરી બાયૉમેટ્રિક અપડેટ્સ મફત
ડેમોગ્રાફિક અપડેટ (કોઇપણ જાતનો ફેરફાર) 50 રૂપિયા+જીએસટી
બાયૉમેટ્રિક અપડેટ (જરૂરી ઉપરાંત) 50 રૂપિયા+જીએસટી
આધાર સર્ચ/ફાઇન્ડ આધાર/કે અન્ય કોઇ ટૂલ કલર પ્રિન્ટ કરાવવું 30 રૂપિયા+જીએસટી