કંપનીએ આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સેબીના નિયમોને આધીન આ રાજીનામું આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીના અન્ય બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર્સ જીગ્નેશ શાહ અને મલય મહાદેવીયાએ પણ રાજીનામાં આપ્યા છે જેનો બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
કંપનીએ બીએસઈ ફાઈલીંગમાં કહ્યું હતું કે, આ બન્ને ડિરેક્ટરોએ પોતાના રાજીનામાંમાં એમ પણ કહ્યું હું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર અને કમિટી મિટીંગમાં તેમના માટે પ્રતિકુળ વાતાવરણ ઉભું થયું હતું જેના કારણે હવે કંપની સાથે જોડાઈ રહેવું તેમના માટે મુશ્કેલ છે તેથી તેઓએ રાજીનામાં આપ્યા છે.