નવી દિલ્હીઃ કરદાતા સામે સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ(CBDT)એ ઈન્ટકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવી છે. પહેલા આઈટીઆર ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈ હતી, જેને હવે લંબાવીને 31 ઓગષ્ટ કરી દેવામાં આવી છે. આ તારીખ સુધીમાં કરદાતાએ તેનું રિટર્ન ફાઇલ કરી દેવું પડશે. મુદત વીત્યા બાદ ફાઇલ કરવા પર દંડ પણ ભરવો પડી શકે છે.

નવા નિયમો પ્રમાણે ઈન્કમ ટેક્સ રિટર્ન દર વર્ષે ફાઇલ કરવું જરૂરી હશે. તમે આઈટીઆર ફાઇલ કરીને કલમ 87A અંતર્ગત 5 લાખ સુધીની આવક પર છૂટ લઈ શકાય છે. પરંતુ 2.50 લાખ રૂપિયા વાર્ષિક આવક હોય તો પણ આઈટીઆર ફાઇલ કરવું જરૂરી છે. આઈટીઆર ફાઇલ નહીં કરવાથી ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ કે દંડનો સામનો કરવો પડી શકે છે.


આઈટીઆર ફાઇલિંગ પહેલા ઈન્કમટેક્સ વિભાગ કેટલીક જરૂરી ટિપ્સ આફે છે. આ ટિપ્સને અપનાવીને તમે કોઈ પણ જાતના અવરોધ વિના ITR ફાઇલ કરી શકો છે.

પાટણઃ ચાણસ્મા પાસે ટ્રિપલ અકસ્માત, પતિ-પત્ની અને બાળકનું ઘટનાસ્થળે મોત, જાણો વિગત

સુરતમાં ગરબા ક્લાસીસ કેટલા વાગ્યા સુધી ચલાવી શકાશે ? પોલીસ કમિશ્નરે શું બહાર પાડ્યું જાહેરનામું, જાણો વિગત