નવી દિલ્હીઃ ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ આ વર્ષે દિવાળીમાં વિતેલા વર્ષની તુલનામાં 30 ટકા સુધી ઘટી શકે છે. વેપારીઓના સંગઠન કૈટે જુદા જુદા રાજ્યોમાંથી મળતા અહેવાલને આધારે આ જાણકારી આપી છે.
અખિલ ભારતીય ટ્રેડર્સ કન્ફેડરેશન (CAIT)એ એક નિવેદનમાં કહ્યું, જુદા જુદા રાજ્યોના બજારમાંથી મળતા સંકેતો અનુસાર આ દિવાળીમાં વિતેલા વર્ષની તુલનામાં ચાઈનીઝ પ્રોડક્ટનું ઉત્પાદન 30 ટકા સુધી ઘટી શકે છે. જ્યાં સુધી દેશમાં ચાઈનીઝ પ્રોડક્ટના વપરાશનો સવાલ છે તો ચીન અને અન્ય રાજ્યો માટે આ એક સંકેત છે.
નિવેદન અનુસાર સોશિયલ મીડિયા પર આ દિવાળી પર ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરવામાં આવીરહ્યું છે, જેની અસર જોવા મળી રહી છે.