પેટ્રોલ-ડીઝલની સાથે સાથે સીએનજી ગેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે અદાણી સીએનજી ગેસમાં બે રૂપિયાનો વધારો થયો છે. ત્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં નવ વખત વધારો થયો છે. નવ દિવસમાં સીએનજીના ભાવમા અંદાજીત 13 રૂપિયા સુધીનો વધારો થયો છે.

Continues below advertisement


ગુરૂવારે સીએનજીના કિલો ગેસનો ભાવ 81.59 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા અઠવાડિયામાં કિલો દીઠ સાત રૂપિયાનો તોતિંગ ભાવ વધારો જોવા મળ્યો હતો. ત્યારે છેલ્લા પાંચ મહિનામાં સીએનજીના ભાવમાં 16 રૂપિયાને 60 પૈસાનો ભાવ વધારો થયો છે. સતત ભાવ વધારાને લીધે સીએનજી વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


છેલ્લા દિવસોમાં વધેલા સીએનજીના ભાવ પર નજર કરીએ તો આઠ માર્ચે સીએનજીના ભાવમાં 50 પૈસાનો વધારો થયો હતો. જ્યારે 12 માર્ચે ફરીથી સીએનજીના ભાવમાં કિલો દીઠ 50 પૈસાનો ભાવ વધારો થયો હતો. 24 માર્ચે અને બે દિવસના જ ગાળામાં એટલે જે 26 માર્ચે સીએનજીના ભાવમાં એક એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.


એક એપ્રિલે સીએનજીના ભાવમાં 80 પૈસા, બીજી એપ્રિલે સીએનજીના ભાવમાં કિલો દીઠ 80 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ચાર એપ્રિલે સીએનજીના કિલો દીઠ ભાવમાં બે રૂપિયાને 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.


છ એપ્રિલે ફરીથી ભાવ વધ્યા  અને સીએનજીના કિલો દીઠ બે રૂપિયાને 50 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. સાત એપ્રિલે પણ ભાવ વધારો સતત યથાવત રહેતા સીએનજીના ભાવમાં બે રૂપિયાને 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.


પેટ્રોલ અને ડીઝલના ભાવની સાથે એલપીજી પણ મોંઘો થયો છે


સરકારે 1 એપ્રિલથી અમલમાં આવતા નેચરલ ગેસની કિંમત બમણી કરતાં વધુ વધારીને $6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (પ્રતિ યુનિટ) કરી છે. આ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. સીએનજીના ભાવમાં આ વધારો છેલ્લા 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા અને એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાના વધારા બાદ થયો છે.