Lemon Rate Increased: ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે લીંબુની માંગમાં પણ ઘણો વધારો થયો છે. જેના કારણે ઘણી જગ્યાએ લીંબુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયો છે. ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 રૂપિયામાં મળે છે. દિલ્હીના માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નોઈડામાં લીંબુ 240 રૂપિયાથી લઈને 280 રૂપિયા પ્રતિ કિલો સુધીની અલગ-અલગ કિંમતે વેચાઈ રહ્યું છે. કેટલાક દુકાનદારોનું કહેવું છે કે મંડીઓમાં જ લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, ગયા અઠવાડિયે જે લીંબુ રૂ. 200 પ્રતિ કિલો વેચાતું હતું તે હવે રૂ. 250ને પાર કરી ગયું છે.


દિલ્હીના આઈએનએ માર્કેટમાં લીંબુની કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે નોઈડાના માર્કેટમાં 80 રૂપિયાની કિંમતના અઢીસો ગ્રામ લીંબુ વેચાઈ રહ્યા છે. ગાઝીપુરના શાક માર્કેટમાં દુકાનદારોને 230 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવી રહ્યા છે, ત્યાર બાદ બજારમાં ગ્રાહકોને 280 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. જોકે, બજારમાં બે પ્રકારના લીંબુ પણ વેચાઈ રહ્યા છે, પહેલું લીલું લીંબુ જેની કિંમત રૂ. 280 છે અને બીજું પીળું લીંબુ રૂ. 360 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.


આ વખતે કેમ થયો વધારો


મળતી માહિતી મુજબ ઉનાળામાં લીંબુના ભાવ અવારનવાર વધી જાય છે, પરંતુ કમોસમી વરસાદને કારણે તે મોંઘા પણ થઈ જાય છે. હવામાનમાં આવેલા પલટાને કારણે લીંબુના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળામાં લીંબુનું ઉત્પાદન વધવાની સાથે માંગ પણ વધે છે. વેપારીઓના મતે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે લીંબુના ભાવ વધવા પાછળ અન્ય ઘણા કારણો છે.  તેનું સૌથી મોટું કારણ ડીઝલ-પેટ્રોલની વધતી કિંમતો માનવામાં આવે છે. પરિવહન ખર્ચમાં વધારો અને મંડીઓમાં આવકમાં ઘટાડો થવાને કારણે લીંબુના ભાવ વધી રહ્યા છે.


લીંબુના છે અનેક ફાયદા


લીંબુ એ વિટામીન C નો ઉત્તમ સ્ત્રોત છે. શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે લીંબુ પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. વિટામિન સીથી ભરપૂર લીંબુનો રસ પીવાથી હ્રદયરોગનું જોખમ અને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટી જાય છે.