કોફી ડે એન્ટરપ્રાઇઝનો શેર સોમવારે 192.55 રૂપિયા પર બંધ રહ્યો. આજે બજાર ખુલતાની સાથે જ શેર 20 ટકાના ઘટાડા સાથે 52 અઠવાડિયાની સૌથી નીચેની સપાટી 154.05 રૂપિયા પર આવી ગયો હતો અને દિવસભરના કારોબાર દરમિયાન આજ સ્તર પર બંધ રહ્યો હતો. શેર આ સ્તરે આવતા જ કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. 3235.33 કરોડ થઈ ગઈ હતી. જ્યારે સોમવારે કંપનીની માર્કેટ વેલ્યૂ રૂ. 4067.65 કરોડ હતી. એટલે કે એક જ ઝટકામાં રોકાણકારોના રૂ. 813.32 કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
આ દરમિયાન સિદ્ધાર્થનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, “હું મારૂ સર્વસ્વ ત્યજી રહ્યો છું. આપ સૌને નીચું જોવું પડે તેવી સ્થિતીમાં મૂકવા બદલ દિલગીર છું. મેં લાંબી લડાઈ લડી તેમ છતાં ખાનગી ભાગીદારો અને લેણદારોનું દબાણ જીરવી શક્યો નહીં. 6 મહિના પહેલાં મેં મિત્ર પાસેથી ખૂબ મોટી રકમ ઉધાર લીધી હતી. ઇનકમટેક્સના પૂર્વ ડીજીએ મને ખૂબ પ્રતાડીત કર્યો હતો. આપણે ફેરરિટર્ન સબમીટ કર્યુ હોવા છતાં તેમના દ્વારા આપણો સોદો પાછો ઠેલવવામાં આવ્યો હતો. આ આઘાતના કારણે આપણને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો.”
ખેડૂત નેતા વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર જયેશ રાદડિયાએ આપી મુખાગ્નિ
આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરને ભારતીય યુવતીએ કર્યો ક્લિન બોલ્ડ, જાણો વિગતે