નવી દિલ્હી:  પ્રમુખ આઈટી કંપની કૉંગ્નિઝન્ટ ભારતમાં 28,000 ફ્રેશર્સને નિયુક્ત કરવાની યોજના બનાવી છે. આઈટી કંપની કૉગ્નિઝન્ટના ભારતમાં બે લાખથી વધારે કર્મચારીઓ છે.


કંપની મોટી સંખ્યામાં ભરતી કરવા  જઈ રહી છે અને 2021 દરમિયાન ભારતમાં 28,000 થી વધુ નવા સ્નાતકોને રોજગાર પણ આપશે.


આઇટી કંપની કૉંગ્નિઝેન્ટના કેલેન્ડર વર્ષ 2021 ના ​​પહેલા ક્વાર્ટરમાં તેના કર્મચારીઓમા  કંપની છોડવાની ટકાવારી  21 ટકા નોંધાઈ હતી.  જે આ ઉદ્યોગમાં સૌથી વધુ છે. કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન સ્વૈચ્છિક એક્ઝિટ રેટ 18 ટકા હતો. કંપનીએ સ્વીકાર્યું કે કર્મચારીઓના એટ્રિશન રેટના કારણે ક્વાર્ટર દરમિયાન તેનું પ્રદર્શન મર્યાદિત હતું. 



કોગ્નિઝન્ટ સીઇઓ બ્રાયન હમ્ફ્રીઝે પણ નાણાકીય પરિણામો જાહેર કર્યા પછી વિશ્લેષકો સાથે વાત કરતા કહ્યું કે ડિજિટલ ટેકનોલોજીમાં કુશળ પ્રતિભા ધરાવતા કર્મચારીઓને તેમને જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું, 'આનાથી પગાર પર દબાણ વધ્યું છે કારણ કે ખાલી પદ આકસ્મિક રીતે  ભરવામાં આવી રહી છે. 


 
કોગ્નિઝન્ટ ઇન્ડિયાના સીએમડી રાજેશ નામ્બિયરે કહ્યું, 'શરૂઆતમાં અમે કેમ્પસમાંથી 24,000 નિમણૂકો કરી હતી પરંતુ અમે તે સંખ્યા વધારીને 28,000 કરી દીધી છે. સારા સમાચાર એ છે કે એક કંપની તરીકે, અમે નિમણૂકની પસંદગી તરીકે ઉભા થયાં છે. નમ્બિયરે એમ પણ કહ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યા ઐતિહાસિક શ્રેણીમાં રહી છે.