નવી દિલ્હીઃ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે દિલ્હીના બજારમાં પેટ્રોલની કિંમતમાં 28 પૈસા વધી છે. કિંમત વધ્યા બાદ પેટ્રોલ 91.27 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. જ યારે ડીઝલ પણ 31 પૈસાના વધારા સાથે 81.73 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 27 પૈસા અને ડીઝલની કિંમતમાં 33 પૈસા પ્રતિ લિટરનો ઉછાળો આવ્યો છે. કિંમત વધ્યા બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.

વિતેલા બે મહિનાથી દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો. જોકે, આ દમરિયાન વૈશ્વિક બાજરમાં ક્રૂડ ઓઈલની કિંતમાં ઘટાડો આવવાને કારણે ચાર વખત પેટ્રોલ ડીઝલની કિંમત ઘટી ગઈ હતી. ઓઈલ કંપનીઓના આ નિર્ણયથી ત્યારે પેટ્રોલ 77 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતુ. જોકે હવે છેલ્લા ચાર જ દિવસમાં પેટ્રોલની કિંમતમાં વદારો કરવાને કારણે પેટ્રોલ 90 પૈસા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.

આ મહિના પહેલા ઓઈલ કંપનીઓએ છેલ્લે 27 ફેબ્રુઆરી 2021ના રોજ ડીઝળની કિંમતમાં 17 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. તરા બાદ બે મહિનાથી પણ વધારે સમય સુધી કિંતમાં કોઈ વધારો આવ્યો ન હતો. માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન ચાર દિવસ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ડીઝલ 74 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું હતું. હવે સતત ચોથા દિવસે વધારાને કારણે જીઝલ એક રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.

શહેરનું નામ

પેટ્રોલ

રૂપિયા/લિટર

ડીઝલ

રૂપિયા/લિટર

દિલ્હી

91.27

81.73

મુંબઈ

97.61

88.82

ચેન્નઈ

93.15

86.65

કોલકાતા

91.41

84.57

ભોપાલ

99.28

90.01

રાંચી

88.57

86.34

બેંગલુરુ

94.30

86.64

પટના

93.92

86.94

ચંદીગઢ

87.80

81.40


વૈશ્વિક બાજરમાં ક્રૂડની વાત કરીએ તો હાલમાં બ્રેન્ટ ક્રૂડના ઇન્ડિયન બાસ્કેટનો ભાવ અંદાજે 68.35 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. વિતેલા દિવસની તુલનામાં ક્રૂડની કિંમતમાં અંદાજે 2.58 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.